________________
૩૨
જિનમહત્ત્વાગિંશિકા/શ્લોક-૧ અન્ય જીવો કરતાં જુદો હતો, તેથી ભગવાન સમ્યક્ત્વ પામ્યા તેની પૂર્વે મિથ્યાત્વ અવસ્થામાં પણ અન્ય જીવો કરતાં ભગવાનનો સ્વભાવ જુદો છે. તેથી આ સ્વભાવભેદથી ભગવાનનું મહત્ત્વ છે.
અહીં અન્ય જીવો કરતાં ભગવાનનો સ્વભાવ જુદો ન માનવામાં આવે અને એમ કહેવામાં આવે કે બધા ભવ્યજીવોનો સ્વભાવ સરખો છે, ફક્ત તીર્થકરના આત્માને તે પ્રકારની સામગ્રી મળવાથી તીર્થંકરનામકર્મ બાંધ્યું માટે ચરમ ભવમાં તીર્થકર થઈને મોક્ષમાં ગયા; અને બીજા ભવ્ય જીવો પણ ભગવાન જેવા સ્વભાવવાળા હતા, આમ છતાં, તીર્થકર નામકર્મની સામગ્રી ન મળી માટે તીર્થકર થયા નહીં; તો એ પ્રાપ્ત થાય કે અન્ય જીવોના જેવો ભગવાનનો સ્વભાવ છે, પરંતુ તીર્થકર થવારૂપે વિશેષ સ્વભાવ નથી, છતાં તીર્થકર થવાની સામગ્રી મળવાને કારણે તીર્થંકરનામકર્મ બાંધ્યું અને તીર્થકર થયા. પરંતુ આમ સ્વીકારીએ તો સ્વમાં અન્યવૃત્તિગુણની આપત્તિ આવે અર્થાત્ ભગવાનમાં અન્ય જીવોની જેમ તીર્થકર થવાનો સ્વભાવ ન હતો, છતાં તેની સામગ્રીને પામીને તીર્થકર થવાનો સ્વભાવ પ્રગટ થયો. તેથી તે સ્વભાવ કોઈ અન્યમાં હતો તે ભગવાનમાં આવ્યો, તેમ માનવું પડે.
વસ્તુતઃ દ્રવ્યાસ્તિકનય સ્વીકારે છે કે જે વસ્તુમાં જે ભાવ શક્તિરૂપે રહેલો હોય તે સામગ્રી મળવાથી અભિવ્યક્ત થાય છે. તેથી ભગવાનમાં તીર્થકર થવાનો સ્વભાવ શક્તિરૂપે રહેલો હતો, તે તીર્થકર નામકર્મના બંધની સામગ્રી પામીને અભિવ્યક્ત થયો. તેથી ભગવાનમાં અન્ય જીવો કરતાં અસાધારણ એવો તીર્થંકરનામકર્મનો સ્વભાવ શક્તિરૂપે સ્વીકારવો જોઈએ, અને તે સ્વભાવ ન સ્વીકારવામાં આવે તો તીર્થકર નામકર્મના બંધની સામગ્રીથી કોઈ અન્ય જીવમાં શક્તિરૂપે રહેલો તે ગુણ તીર્થકર નામકર્મના બંધની સામગ્રીથી ભગવાનમાં આવે છે, તેમ માનવાની આપત્તિ આવે.
અહીં પૂર્વપક્ષી કહે કે ભગવાનમાં મિથ્યાત્વાદિ અવસ્થા વખતે અન્ય જીવો કરતાં સ્વભાવભેદ નથી, પરંતુ ભગવાનના આત્મામાં તીર્થકર નામકર્મનો પ્રાગભાવ છે, જે અન્ય જીવોમાં નથી, તેથી ચરમ ભવમાં સામગ્રી મળતાં તે તીર્થકર બને છે. આમ, તીર્થકરના આત્માનો પૂર્વમાં સ્વભાવભેદ નહીં માનવા છતાં પણ ચરમ ભવમાં તીર્થકર થાય છે, તેમ માની શકાય છે; વળી તેથી ‘પૂર્વમાં તીર્થકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org