________________
૩૪
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૬-૭ તીર્થંકરપણાની યોગ્યતારૂપ છે. તેથી ભગવાનના આત્મામાં અન્ય ભવ્યજીવો કરતાં સ્વભાવભેદની સિદ્ધિ થાય છે અને તે સ્વભાવભેદથી પણ વિભુ મહાન છે, તેમ સિદ્ધ થાય છે. IIકા
અવતરણિકા :
ભગવાનનું મહત્વ બાહ્ય સંપદાથી છે, અંતરંગ સંપદાથી પણ છે અને સ્વભાવભેદથી પણ છે તે શ્લોક-૧ થી ૬ સુધી બતાવ્યું. તેથી એ ફલિત થાય કે ચરમ ભવમાં ભગવાન કેવળજ્ઞાન પામે છે ત્યારે, ભગવાનમાં વર્તતી બાહ્ય સંપદા પણ ભગવાનનું મહત્ત્વ બતાવે છે, ભગવાનના અંતરંગ ગુણો પણ ભગવાનનું મહત્વ બતાવે છે, એટલું જ નહીં પણ ભગવાનનો અનાદિ કાળથી અવ્ય જીવો કરતાં સ્વભાવભેદ છે, તે પણ ભગવાનનું મહત્ત્વ બતાવે છે. ત્યાં તૈયાયિક કહે કે “તમારા ભગવાન મહાન નથી, અમારા ભગવાન મહાન છે અને તેમના ભગવાનનું મહાતપણું સ્થાપન કરવા માટે આપણા ભગવાનમાં મહાપણું કેમ નથી ? તે બતાવવા માટે તૈયાયિક જે યુક્તિ આપે છે તે બતાવીને તે કઈ રીતે સંગત નથી, તે ગ્રંથકારશ્રી બતાવે છે – બ્લોક :
नित्यनिर्दोषताऽभावान्महत्त्वं नेति दुर्वचः ।
नित्यनिर्दोषता यस्माद्घटादावपि वर्तते ।।७।। અન્વયાર્થ :
નિત્યનિષતાડમાવા–નિત્યનિર્દોષતાનો અભાવ હોવાને કારણે ‘મહત્ત્વ ર'=મહત્વ નથી'=ભગવાનમાં મહત્વ નથી, ત્રિએ દુર્વચ=દુષ્ટ વચન છે; યાજે કારણથી પટોપિEઘટાદિમાં પણ નિત્યનિર્દોષતા=નિત્યનિર્દોષતા વર્તત રહે છે. કા શ્લોકાર્ચ - નિત્યનિર્દોષતાનો અભાવ હોવાને કારણે “ભગવાનમાં મહત્ત્વ નથી' એ દુષ્ટ વચન છે, જે કારણથી ઘટાદિમાં પણ નિત્યનિર્દોષતા રહે છે. IIછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org