________________
જિનમહત્ત્વતાસિંચિકા/શ્લોક-૧ ભાવાર્થ -
શ્લોકમાં રહેલ તાદૃ શબ્દનો અર્થ કરતાં કહે છે- વિચારક પુરુષને ચમત્કાર ઉત્પન્ન કરનાર એવું વિભુત્વ માયાવીમાં પણ સંભવે છે, તે તો શબ્દથી બતાવેલ છે; અને “માયાવી' શબ્દથી કપટ કરનારી વ્યક્તિ ગ્રહણ કરવી નથી, પરંતુ ઇન્દ્રજાલિક ગ્રહણ કરવો છે. પ્રસ્તુત શ્લોકમાં કરાયેલ અનુમાનમાં હેતુ અપ્રયોજક નથી, તે તર્કથી બતાવે છે -
જેમ ‘પર્વત વનિમાર્ ધૂમ' એમ અનુમાન કર્યા પછી ધૂમરૂપ હેતુ સાધ્યનો ગમક છે તે બતાવવા માટે તર્કથી તેને પુષ્ટ કરવામાં આવે છે, જેથી નક્કી થાય છે કે આ હેતુ વ્યભિચારી નથી; તેમ પ્રસ્તુતમાં પણ “માવિષ્ય તા-વિમુત્વ સમવા' એ હેતુ સાધ્યનો ગમક છે, પણ વ્યભિચારી નથી, તે તર્કથી બતાવે છેં
યદિ હિં..... જો બાહ્ય સંપદાથી જ ધર્મને ઉત્પન્ન કરનારી મહત્ત્વબુદ્ધિ થાય તો માયાવીમાં પણ તે બાહ્ય સંપદાથી થતી મહત્ત્વબુદ્ધિ, તેવી થાય=ધર્મને ઉત્પન્ન કરનારી થાય.
આશય એ છે કે માયાવીમાં બાહ્ય સંપદા જોઈને “આ માયાવી બીજા કરતાં વિશેષ શક્તિવાળો છે' તેવી મહત્ત્વબુદ્ધિ થાય છે, તોપણ “આ માયાવીની ભક્તિ કરીને હું સંસારસાગરથી તરું' એવી ધર્મને ઉત્પન્ન કરનારી મહત્ત્વબુદ્ધિ થતી નથી, પરંતુ જો ભગવાનની બાહ્ય સંપદાથી જ “આ ભગવાન લોકોત્તમ પુરુષ છે અને તેમની ભક્તિ કરીને હું તરું' તેવી ધર્મને ઉત્પન્ન કરનારી મહત્ત્વબુદ્ધિ થતી હોય, તો ભગવાનના જેવી બાહ્ય સંપદા માયાવીમાં પણ છે, તેથી જેમ બાહ્ય સંપદાથી ધર્મને ઉત્પન્ન કરનારી મહત્ત્વબુદ્ધિ ભગવાનમાં થાય, તેમ માયાવીમાં પણ થવી જોઈએ. વસ્તુતઃ માયાવીમાં તેની ભક્તિ કરીને હું આત્મકલ્યાણ કરીને સંસારસાગર તરું' એવી ધર્મને ઉત્પન્ન કરનારી મહત્ત્વબુદ્ધિ થતી નથી.
તેથી એ ફલિત થાય કે શ્લોકમાં કરાયેલા અનુમાનમાં “તાજ વિમુત્વ મવિષ્ય સમવા' એ હેતુ અપ્રયોજક નથી, પરંતુ સાધ્યનો ગમક છે. તેથી જેમ માયાવીમાં બાહ્ય સંપદાથી વિભુત્વ નથી, તેમ ભગવાનમાં પણ વિભુત્વ હોવા છતાં બાહ્ય સંપદાથી વિભુત્વ નથી, એ કથન સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org