________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૨
“સ્વતઃ સંબદ્ધ' કહેવાથી શબલ વસ્તુ આ રીતે સિદ્ધ થાય છે : પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે ઘટ અને ઘટનું રૂપ જો “સ્વતઃ સંબદ્ધ' ન હોય અને પરત સંબદ્ધ હોય તો તે બે વસ્તુનોઘટ અને ઘટના રૂ૫ સ્વરૂપ બે વસ્તુનો, એકાંતે ભેદ સિદ્ધ થાય. જ્યારે “સ્વતઃ સંબદ્ધ” કહીએ ત્યારે “સંબદ્ધ' કહેવાથી એ પ્રતીત થાય છે કે બે વસ્તુ છે, કેમ કે બે વસ્તુ ન હોય તો “સંબદ્ધ' એ પ્રયોગ ન ઘટે, અને સ્વતઃ કહેવાથી એ નક્કી થાય છે કે કથંચિત્ તે બંને એકરૂપ છે; અર્થાત્ તે બંનેને સંબદ્ધ કરવા માટે અન્ય સંબંધોતરની અપેક્ષા નથી, તેથી તે બંને કોઈ અપેક્ષાએ એકરૂપે છે. આથી “સ્વતઃ સંબદ્ધ' સિદ્ધ થતાં ઘટરૂપ વસ્તુ પોતાના રૂપથી ભેદભેદરૂપ છે તેમ સિદ્ધ થાય છે.
અહીં વિશેષ એ છે કે ઘટ અને રૂપના સંબંધરૂપ ધર્માના ગ્રાહક પ્રમાણથી જ ઘટ અને રૂપ સ્વતઃ સંબદ્ધ છે એમ કહ્યું. તેનાથી એ ફલિત થાય છે કે ચક્ષુઇન્દ્રિયથી ઘટની પ્રતીતિ થાય છે, ઘટના રૂપની પ્રતીતિ થાય છે, તેમ તે બંનેના સ્વતઃ સંબંધરૂપ ધર્માની પ્રતીતિ પણ થાય છે, કેમ કે ચક્ષુથી ઘટ અને રૂપ પરસ્પર સંબદ્ધરૂપે જ દેખાય છે, અને તે સંબંધને ધર્મી એટલા માટે કહેલ છે કે તે સંબંધમાં સ્વતઃ સંબદ્ધત્વરૂપ ધર્મ છે. તે અપેક્ષાએ સંબંધ એ ધર્મી છે, અને સંબંધને સ્વીકારવાનું પ્રયોજન એ છે કે ઘટ અને રૂપની સંબંધરૂપે પ્રતીતિ સંબંધ સ્વીકાર્યા વિના થઈ શકે નહીં. તેથી પ્રતીતિને સંગત કરવા માટે સંબંધનો સ્વીકાર કરવો પડે.
વળી, જેમ તૈયાયિકને માન્ય એવા વિશેષ નામના પદાર્થના સ્વીકારવાથી જ વિશેષને પરસ્પર જુદા સ્વીકારવા માટે અન્ય કોઈ વ્યાવર્તક માનવાની જરૂર રહેતી નથી, તેમ ઘટ અને રૂપના સંબંધને સ્વીકારવાથી જ તેને સંબદ્ધ કરવા માટે અન્ય સંબંધના સ્વીકારની જરૂર રહેતી નથી, પરંતુ જેમ તૈયાયિકના મત પ્રમાણે ધર્મીગ્રાહકમાનથી વિશેષ સ્વતઃ સંબદ્ધ છે, તેમ ધર્મીગ્રાહકમાનથી ઘટ અને ઘટનું રૂપ સ્વતઃ સંબદ્ધ છે, એમ સિદ્ધ થાય છે; અને ઘટ અને ઘટનું રૂપ સ્વતઃ સંબદ્ધ સિદ્ધ થાય તો ઘટ અને ઘટના રૂપ વચ્ચે કથંચિત્ ભેદભેદ છે, તેમ સિદ્ધ થાય છે.
તદ્દનુપપ ..... અહીં પ્રશ્ન થાય કે જો પદાર્થ ભેદભેદરૂપ અનેકાંતાત્મક હોય તો બધાને તેવો અનુભવ થવો જોઈએ, અને જો બધાને તેવો અનુભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org