________________
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/મ્લોક-૨
બોધ થાય તો એકાંતવાદનો ભ્રમ દૂર થાય છે. જેમ સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ બ્રાહ્મણ હતા, અને તે દર્શન પ્રમાણે એકાંતવાદને માનનારા હતા; આમ છતાં જૈન દર્શનને પ્રાપ્ત કરીને તેઓનો એકાંતવાદનો ભ્રમ દૂર થયો, જેથી તેઓના ગ્રંથોમાં સર્વત્ર સ્યાદ્વાદના સ્થાપનનો યત્ન દેખાય છે.
તેથી એ સિદ્ધ થાય કે અનુભવને અનુરૂપ પદાર્થ વિચારીએ તો પદાર્થ અનેકાંતાત્મક છે અને ભગવાનનું વચન અનેકાંતને કહેનારું છે માટે ન્યાયસંગત છે. (૩) તદ્દાન્તસૂર્વાશુ: :- ભગવાનનું વચન કુતર્કરૂપ અંધકારનો નાશ કરવા માટે સૂર્યનાં કિરણો સમાન છે.
૨૧
જીવમાં અનાદિ કાળથી મોહને કારણે કુતર્કો પ્રવર્તે છે. આથી ‘આત્મા શાશ્વત છે કે નહીં ?' અથવા ‘શરીરથી અતિરિક્ત આત્મા છે કે નહીં ?’ ઇત્યાદિ અનેક કુતર્કો પ્રવર્તે છે, જેના કારણે આત્મા પોતાના હિતની પ્રવૃત્તિ છોડીને કુતર્કને વશ થઈને સંસારની પ્રવૃત્તિઓ કરીને અહિતમાં પ્રવર્તે છે. વળી તે તે દર્શનવાદીઓ પણ પોતપોતાના દર્શન પ્રત્યેના રાગને વશ થઈને એકાંતવાદનું સ્થાપન કરે છે, તે પણ કુતર્ક છે; અને અવેઘસંવેદ્યપદની નિવૃત્તિ થાય ત્યારે કુતર્ક નિવર્તન પામે છે, તેમ ‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં કહેલ છે. તેથી અન્ય દર્શનમાં રહેલા આરાધક યોગીઓ પણ જ્યાં સુધી સમ્યક્ત્વ પામ્યા નથી, ત્યાં સુધી તેઓમાં કુતર્કો પ્રવર્તે છે. અંધકારનો નાશ કરવા માટે સૂર્યનાં કિરણોની જેમ, આ સર્વ કુતર્કોનો નાશ કરવા માટે ભગવાનનું વચન સમર્થ છે.
આનાથી એ ફલિત થયું કે ભગવાનનું વચન સંવાદી, ન્યાયસંગત અને કુતર્કરૂપી અંધકારને દૂર કરવા માટે સૂર્યના કિરણ જેવું છે, અને ભગવાનનું આવું વચન તે ભગવાનનું મહત્ત્વ છે અર્થાત્ ભગવાન આવા વચનવાળા છે માટે ભગવાન મહાન છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાનની અંતરંગ ગુણસંપત્તિને મહત્ત્વ કહી શકાય, પરંતુ ભાષાવર્ગણાના પુદ્ગલરૂપ વચનને મહત્ત્વ કઈ રીતે કહી શકાય ? તેથી હેતુ કહે છે ––
અવચ્છેદ્ય-અવચ્છેદકનો અથવા લિંગ-લિંગીનો સ્યાદ્વાદના આશ્રયણથી કથંચિત્ અભેદ હોવાથી ભગવાનના વચનને ભગવાનની અંતરંગ ગુણસંપત્તિ સાથે કથંચિત્ અભેદ કરીને મહત્ત્વ કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org