________________
જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/શ્લોક-૫-૬
૨૯
ઉભયથી વ્યપદેશ પામે એવા મહત્ત્વને પામે છે, એ પ્રકારનું પૂર્વ શ્લોકના કથન સાથે પ્રસ્તુત શ્લોકનું યોજન છે.
આનાથી એ ફલિત થાય કે કેવળ બાહ્ય સંપદાથી પણ ભગવાન મહાન છે એ પ્રકારનો નિર્ણય ભગવાનને જોતાં થઈ શકે છે. માટે બાહ્ય સંપદાથી વિભુના વિભુત્વનું અનુમાન પ્રાજ્ઞને થઈ શકે છે, તેથી માયાવીમાં અતિપ્રસંગ પ્રાપ્ત થાય નહીં. પા
અવતરણિકા :
स्वभावभेदादपि कार्यैकलिङ्गकं महत्त्वमाह
અવતરણિકાર્ય :--
સ્વભાવના ભેદથી
કાર્યએકલિંગક એવા મહત્ત્વને કહે છે પણ
• ‘સ્વમાવમેવાર્તાપ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે પૂર્વમાં અંતરંગ સંપદાથી અને બાહ્ય સંપદાથી વિભુનું મહત્ત્વ બતાવ્યું તેનાથી તો ભગવાનનું મહત્ત્વ છે, પરંતુ સ્વભાવભેદથી પણ ભગવાનનું મહત્ત્વ છે, તે પ થી બતાવે છે.
ભાવાર્થ:
ભગવાનનો સ્વભાવ અન્ય ભવ્યજીવો કરતાં જુદો છે. તે રૂપ સ્વભાવના ભેદથી પણ ભગવાનનું મહત્ત્વ છે; અને અન્ય ભવ્યજીવો કરતાં વિશિષ્ટ એવું ભગવાનમાં ૨હેલું તથાભવ્યત્વ કાર્યએકલિંગક છે અર્થાત્ તે સ્વભાવનું કાર્ય ચરમ ભવમાં પ્રગટ થાય છે, ત્યારે તે કાર્યથી તે સ્વભાવભેદનું જ્ઞાન થાય છે; અને તે સ્વભાવભેદને કારણે પણ ભગવાન અન્ય જીવો કરતાં મહાન છે.
-
અહીં વિશેષ એ છે કે વ્યવહારનય માટીમાંથી જે જે કાર્યો થઈ શકે તેવી સંભાવના હોય તે તે સર્વ કાર્યો કરવાનો સ્વભાવ તે માટીમાં સ્વીકારે છે. તેથી જે માટીમાંથી રમકડાં થાય છે, તે માટીમાં ઘટાદિ કાર્યો થવાનો સ્વભાવ પણ સ્વીકારે છે. તે રીતે જે જીવો તીર્થંકર થયા વિના મોક્ષમાં જાય છે તેઓમાં પણ તીર્થંકર થવાનો સ્વભાવ વ્યવહારનય સ્વીકારે છે; કેમ કે તેવી સામગ્રી ન મળે તો તીર્થંકરનામકર્મ ન પણ બાંધે, તેમ વ્યવહારનય માને છે.
Jain Education International
-
વળી, નિશ્ચયનય જે સામગ્રીમાંથી જે કાર્ય થાય તે સામગ્રીમાં તે જ કાર્ય થવાનો સ્વભાવ માને છે, અન્ય કાર્ય થવાનો સ્વભાવ માનતો નથી; જેમ કે
For Private & Personal Use Only
www.jainelibrary.org