________________
૧૭.
જિનમહત્ત્વાશિકા/શ્લોક-૨
નૈયાયિકોની માન્યતા પ્રમાણે ઘટ, અને ઘટના રૂપથી અતિરિક્ત સમવાય નામના સંબંધને સ્વીકારવામાં આવે તો ઘટ અને રૂપને સંબંધ કરનાર સમવાય જેમ ઘટ અને ઘટના રૂપનો સંબંધ કરે છે, તેમ સમવાયની સાથે ઘટનો સંબંધ કરવા માટે અને સમવાય સાથે ઘટના રૂપનો સંબંધ કરવા માટે અન્ય સંબંધ માનવો પડે; અને તે રીતે તે તે સંબંધને સંબદ્ધ કરવા માટે અન્ય અન્ય સંબંધની કલ્પના કરવી પડે, જેથી અનવસ્થા દોષની પ્રાપ્તિ થાય.
ઘટ
રૂપ
સમવાય
રૂપ
ઘટે
સમવાય
સમવાય
નવો સંબંધ
નવો સંબંધ ધર્મ અને ધર્મના સંબંધના ભેદમાં થતા અનવસ્થા દોષને દૂર કરવા માટે ધર્મ અને ધર્મીનો એકાંત અભેદ સ્વીકારવામાં આવે તો સહપ્રયોગની અનુપપત્તિ છે.
આશય એ છે કે ઘટ અને ઘટના રૂપનો એકાંત અભેદ છે તેમ કહીએ તો, “નીલ ઘટ” અને “રૂપવાન ઘટ’ એ પ્રકારનો પ્રસિદ્ધ પ્રયોગ થાય નહીં; કેમ કે નીલ રૂપ” અને “ઘટ’ બંનેનો એકાંત અભેદ છે. તેથી જેમ “ઘટ ઘટ એ પ્રકારનો પ્રયોગ થાય નહીં, તેમ “નીલ ઘટ’ એ પ્રયોગ પણ થાય નહીં. વળી, ઘટ અને તેના રૂપનો એકાંત અભેદ સ્વીકારવામાં આવે તો જેમ “ઘટનો ઘટ' એ પ્રકારનો પ્રયોગ થાય નહીં, તેમ “ઘટનું રૂપ' એ પ્રકારનો પ્રયોગ પણ થાય નહીં; અને “ઘટનું રૂપ' એ પ્રકારનો પ્રયોગ વ્યવહારમાં પ્રસિદ્ધ છે. માટે ધર્મ અને ધર્મીનો એકાંત અભેદ પણ સંગત નથી.
અહીં પ્રશ્ન થાય કે ધર્મ અને ધર્મીને કઈ રીતે સંબદ્ધ માનીએ કે જેથી ધર્મ અને ધર્મી વચ્ચે એકાંત ભેદ કે એકાંત અભેદ માનવાનો પ્રસંગ આવે નહીં ? તેથી કહે છે –
ધર્મીગ્રાહકમાનથી ઘટ અને ઘટનું રૂપ સ્વતઃ સંબદ્ધ છે. માટે ઘટ અને ઘટના રૂપ કરતાં અન્ય એવા સંબંધની કલ્પનાની અપેક્ષાએ તેનાથી જ=ઘટ અને ઘટ રૂપના સ્વતઃ સંબદ્ધપણાથી જ, સિદ્ધ એવી શબલ વસ્તુના સ્વીકારનું= અનેકાંતરૂપ વસ્તુના સ્વીકારનું, નાટ્યપણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org