________________
૧પ
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨
તદનુમપિ .... અને તેનો અનુભવ હોવા છતાં પણ=શબલ વસ્તુનો અનુભવ હોવા છતાં પણ, દોષના પ્રબળપણાથી=એકાંત મતની વાસનારૂપ દોષના પ્રબળપણાથી, એકાંત ભ્રમની ઉપપતિ છે.
અહી પ્રશ્ન થાય કે દોષના પ્રાબલ્યથી એકાંતનો ભ્રમ થયો છે તે કેમ નક્કી થાય ? તેથી ગ્રંથકારશ્રી તેમાં હેતુ કહે છે –
વિશેષ ને . અને વિશેષ દર્શન વડે તેનું ભ્રમ, તિવર્તન કરાવવા માટે શક્યપણું છે, એ પ્રમાણે દિશાસૂચન છે.
વળી સ્વામીનું વચન કેવું છે ? તે બતાવે છે -- કુત... વળી સ્વામીનું વચન કુતર્ક અંધકારને વિષે સૂર્યના કિરણ જેવું છે.
અહીં ‘તધ્યાન્ત સૂર્યાઃ' શબ્દનો સમાસ સ્પષ્ટ કરે છે – કુતર્કો જ અંધકાર છે. તેઓમાં ભગવાનનું વચન સૂર્યનાં કિરણો જેવું છે. તન્મદત્યંત મહત્ત્વ છે, અર્થાત્ પૂર્વમાં કહ્યું કે ભગવાનનું વચન સંવાદી, વ્યાયસંગત અને કુતર્કરૂપી અંધકારને વિષે સૂર્યના કિરણ જેવું છે, આવું વચન તે ભગવાનનું મહત્વ છે.
અહીં પ્રશ્ન થાય કે મહત્ત્વ એ ભગવાનની ગુણસંપત્તિરૂપ છે, જ્યારે ભગવાનનું વચન એ પુદ્ગલરૂપ છે, તો તે ભગવાનના મહત્ત્વરૂપ કઈ રીતે બને ? તેમાં સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે –
અવચ્છેદ્ય-અવચ્છેદકનો અથવા લિંગ-લિંગીનો સ્યાદ્વાદના આશ્રયણથી કથંચિત્ અભેદ હોવાને કારણે સ્વામીનું વચન સ્વામીના ગુણો સાથે અભેદરૂપે પ્રાપ્ત થાય છે. તેથી સ્વામીનું વચન મહત્વરૂપ છે, એમ અવય છે, જે કારણથી શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે.
શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ જે કહ્યું છે તે આગળ શ્લોક-૩માં બતાવશે. ૨ા. ‘સહયોmવિ અહીં ‘’ થી સંબંધના પ્રયોગનું ગ્રહણ કરવું.
‘તવનુમપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે સ્યાદ્વાદનો અનુભવ ન હોય તો તો એકાંતનો ભ્રમ થાય, પરંતુ સ્યાદ્વાદનો અનુભવ હોવા છતાં પણ દોષપ્રાબલ્યને કારણે એકાંતનો ભ્રમ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org