________________
૧૮
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૨ ધર્મગ્રાહકપ્રમાણનું તાત્પર્ય આ પ્રમાણે છે --
એક ઘટથી બીજો ઘટ કેમ જુદો પ્રતીત થાય છે ? તો કહેવું પડે કે તે બંને ઘટના બે કપાલો જુદા છે. જો આ બંને ઘટના કપાલ એક હોય તો આ બંને ઘટ જુદા છે, એવી પ્રતીતિ થાય નહીં. આથી બે અવયવીનો ભેદ તેના અવયવના ભેદથી સિદ્ધ થાય છે. આ બંને ઘટના કપાલો કેમ જુદા છે ? તો કહેવું પડે કે બંનેની કપાલિકાઓ જુદી છે. તેથી બે કપાલોનો પરસ્પર ભેદ તેના અવયવરૂપ કપાલિકાના ભેદથી સિદ્ધ થાય છે. આ પ્રમાણે અંતે બે યણુકનો ભેદ તેના અવયવરૂપ બે પરમાણુના ભેદથી સિદ્ધ થશે; પરંતુ તે બે પરમાણુ નિરવયવ હોવાથી તે બે પરમાણુનો પરસ્પર ભેદ શાનાથી છે ? તે પ્રતીતિને સંગત કરવા માટે બે પરમાણુના પરસ્પર ભેદક બે વિશેષની કલ્પના નૈયાયિક કરે છે, અને કહે છે કે – ધર્મીગ્રાહકમાનથી ધર્મી એવા વિશેષને સ્વીકારનાર પ્રમાણથી, તે બે વિશેષો પરસ્પર જુદા છે. તેથી તે બે વિશેષ પરસ્પર જુદા કેમ છે ? તેમ પ્રશ્ન કરીને તે બે વિશેષનો ભેદક અન્ય કોઈ પદાર્થ માનવાની જરૂર રહેતી નથી, એમ નૈયાયિક કહે છે=જે પ્રમાણથી તે બે વિશેષને સ્વીકાર્યા તે પ્રમાણથી તે બે વિશેષ જુદા છે અર્થાત્ બે પરમાણુના ભેદના સ્વીકારવાના આશયથી તે બે પરમાણુના વિશેષને જુદા માન્યા, તેથી બે પરમાણુને જુદા માનવાના આશયથી સ્વીકારેલા તે બે વિશેષો સ્વતઃ જુદા છે તેમ સિદ્ધ છે, એમ તૈયાયિક કહે છે.
આનાથી એ ફલિત થાય કે જેમ ધર્મરૂપ વિશેષને સ્વીકારવામાં જે પ્રમાણ છે તે પ્રમાણથી બે વિશેષ સ્વતઃ જુદા છે તેમ સિદ્ધ થાય છે, તેમ પ્રસ્તુતમાં પણ ઘટની સાથે ઘટનું રૂપ સંબદ્ધ છે, એ જે પ્રમાણથી ગ્રહણ થાય છે, તે પ્રમાણથી એ સ્વતઃ સંબદ્ધ છે, એમ સિદ્ધ થાય છે અર્થાત્ ચક્ષુઇન્દ્રિય દ્વારા આપણને ઘટ અને ઘટનું રૂપ સંબદ્ધરૂપે જ ભાસે છે, પણ ઘટ અને પટની જેમ પૃથફ જણાતા નથી, તે કારણથી આપણે ઘટ અને ઘટનું રૂપ સંબદ્ધ છે, એમ માનીએ છીએ. એનાથી એ સિદ્ધ થાય છે કે ઘટ અને ઘટનું રૂપ પ્રત્યક્ષ પ્રમાણથી સ્વતઃ સંબદ્ધ છે. આથી ઘટ અને ઘટના રૂપના સંબંધને માટે નવા સંબંધની કલ્પના કરવા કરતાં ધર્મીગ્રાહકપ્રમાણથી સિદ્ધ થયેલા સ્વતઃ સંબદ્ધપણા વડે જ સિદ્ધ શબલ વસ્તુને સ્વીકારવી એ યુક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org