________________
૧૨
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૧ આશય એ છે કે આલયવિહારાદિથી અનુમાન કરીને સુસાધુમાં વંદનાદિ કર્યા પછી તેનું કોઈ ચિહ્ન દેખાય તો “આ માયાવી છે કે નહીં ?' એમ અનુમિતિ અધ્યાહાર રહે છે, તેમ બાહ્ય સંપદાથી ભગવાનને વિભુ સ્વીકારીને વંદનાદિ કર્યા પછી તેવા કોઈક નિમિત્તે શંકા થાય તો ભગવાન પણ “આ માયાવી હોય તો મહાન નથી', એ પ્રમાણે અનુમિતિ અધ્યાહાર રહે છે.
જેમ આલયવિહારાદિ દ્વારા સાધુપણાનું અનુમાન કરીને વંદનાદિથી ફળવિશેષ પ્રાપ્ત થાય છે, તેમ બાહ્ય સંપદાથી ભગવાનના મહત્ત્વનું અનુમાન કર્યા પછી ભગવાનની ભક્તિ આદિ કરવામાં આવે તો નિર્જરારૂપ ફળવિશેષ થઈ શકે છે; છતાં જ્યારે આલયવિહારાદિયુક્ત સાધુમાં પણ કોઈક પ્રવૃત્તિ દ્વારા “આ સુસાધુ નથી' તેમ અનુમાન થઈ શકે છે, તેમ બાહ્ય સંપદા દ્વારા “આ વિભુ છે' એવું અનુમાન કર્યા પછી પણ તેમના ઉપદેશાદિ શ્રવણથી કે કોઈક પ્રશ્નોના ઉચિત ઉત્તરની અપ્રાપ્તિથી “આ ભગવાન નથી, પરંતુ માયાવી છે', તેવું અનુમાન થઈ શકે છે.
ટીકામાં મહત્ત્વ ન રૂચનન્તરમનમેય’ ત્યાર પછી ‘તિ' શબ્દ છે. તેનું તાત્પર્ય એ છે કે સુસાધુમાં બાહ્ય લિંગ દ્વારા સુસાધુત્વની, કે ભગવાનમાં બાહ્ય સંપદા દ્વારા મહત્ત્વની, અનુમિતિ કર્યા પછી કરાતી વંદનક્રિયા દ્વારા ફળનો ઉદય અવિશેષરૂપે પ્રાપ્ત થાય છે. એથી કરીને જેમ “સુસાધુમાં સુસાધુત્વ નથી' એ અનંતર અનુમેય છે, અર્થાત્ બાહ્ય લિંગ દ્વારા સુસાધુનું અનુમાન કર્યા પછી કોઈ દોષ જણાય તો “આ સુસાધુ નથી' તેમ અનંતર અનુમાન થઈ શકે છે, તેમ “ભગવાનમાં મહત્ત્વ નથી' એ અનંતર અનુમેય છે અર્થાત્ બાહ્ય વિભૂતિ દ્વારા આ જિન છે' એમ અનુમાન કર્યા પછી કોઈ પ્રશ્ન આદિ દ્વારા જણાય કે “આ સર્વજ્ઞ નથી” તો પૂર્વે સર્વજ્ઞરૂપે સ્વીકારાયેલા પણ ભગવાનમાં “આ ભગવાન નથી' એમ અનુમાન થઈ શકે છે. એ પ્રકારે અધ્યાહાર હોવાથી અતિપ્રસંગની અનુપત્તિ નથી=અતિપ્રસંગ આવે છે, એમ જાણવું.
વળી, અતિપ્રસંગની અનુપત્તિ નથી, તેમાં ‘વેતર ..... માર’ સુધી જે હેતુ કહ્યો તેનો ભાવ એ છે કે સ્વ=પરમાત્મા, તેમનાથી ઇતર=પરમાત્મા સિવાયની અન્ય વ્યક્તિ, તેમાં પરમાત્માની ગુણસંપત્તિનો અત્યંતાભાવ છે; તે અત્યંતભાવનો પ્રતિયોગી પરમાત્માની ગુણસંપત્તિ છે, એ રૂપ મહત્ત્વ બાહ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org