________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/સંકલના. કર્તા હોય તે મહાન છે, તેમ કહી શકાય નહીં; પરંતુ જે જગતના તમામ પદાર્થોના જ્ઞાતા હોય અને જેમના જ્ઞાનને ઓળંગીને જગતના કોઈપણ પદાર્થો પરિણમન પામતા ન હોય એવા ભગવાન મહાન છે' તેમ યુક્તિથી સ્થાપન કર્યું.
વળી કેટલાક દર્શનવાળા બ્રહ્માંડના ધારકરૂપે ઈશ્વરને જગતના કર્તા સ્થાપન કરે છે; તે પણ યુક્તિયુક્ત નથી, તેમ શ્લોક-૧૨માં સ્થાપન કરીને, ભગવાન બ્રહ્માંડના ધારક પણ નથી છતાં મહાન છે, તેમ સ્થાપન કરેલ છે.
ભગવાનના દીક્ષા અવસરના દાનના શાસ્ત્રવચનને સામે રાખીને બૌદ્ધદર્શનવાળા કહે છે કે “જેનોના ભગવાને પરિમિત દાન કર્યું છે અને બોધિસત્ત્વએ મહાન દાન કર્યું છે, માટે બોધિસત્ત્વ મહાન છે પણ જૈનોને અભિમત ભગવાન મહાન નથી.” તેનું નિરાકરણ કરીને ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભગવાનના પરિમિત દાનમાં પણ સિદ્ધયોગી એવા ભગવાનના ગુણો જ પ્રબળ કારણ છે, પરંતુ કૃપણતાદિ ભાવો કારણ નથી. માટે “મહાન દાન કરનાર બોધિસત્વ કરતાં પણ પરિમિત દાન કરનાર હોવાથી ભગવાન મહાન છે' તેમ સિદ્ધ થાય છે, તે વાત યુક્તિથી શ્લોક-૧૩ થી ૧પમાં બતાવેલ છે.
વળી કેટલાક દર્શનવાળા ‘ભગવાને દાન આપ્યું માટે ભગવાન અકૃતાર્થ હતા, તેથી મહાન નથી' તેમ કહે છે. તેનું નિરાકરણ કરીને ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ભગવાન ફળની આશાથી દાન કરતા નથી, પરંતુ કેવળ જગતના ઉપકારના આશયથી દાન કરે છે. તેમનું લોકોત્તમ પુણ્ય એવું હતું કે એ પરહિતની પ્રવૃત્તિ કરાવીને જ વિપાકને પામે. આથી દાન આપવા છતાં પણ ભગવાન અકૃતાર્થ નથી, માટે ભગવાન મહાન છે, તેમ શ્લોક-૧૬માં સ્થાપન કર્યું.
વળી ભગવાન ગર્ભથી માંડીને અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. જેમ વીર ભગવાને ગર્ભમાં અભિગ્રહ કર્યો અને માતાપિતાના ઉદ્વેગનો નિરાસ કર્યો.
આનાથી એ પણ પ્રાપ્ત થાય કે ચરમશરીરી એવા પણ અન્ય જીવો ચરમ ભવમાં ભગવાનની જેમ અતિ ઉચિત પ્રવૃત્તિ કરનારા જ હોય તેવો નિયમ નથી, જ્યારે તીર્થકરો તો ગર્ભથી માંડીને અતિ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. માટે પણ ભગવાન મહાન છે, તે શ્લોક-૧૭ થી ૧૯માં બતાવ્યું.
વળી કેટલાક દર્શનકારો કહે છે કે ભગવાને પુત્રાદિને રાજ્ય આપ્યું અને લોકોને શિલ્પાદિ કળાઓ શીખવી, જે સંસારનાં આરંભ-સમારંભરૂપ કૃત્યો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org