________________
પ્રકરણ-૨
૧૫
પૌરાણિક પાત્રોના જીવનને કેન્દ્રમાં રાખવામાં આવે છે. રાસમાં પ્રસંગ વર્ણન અને પાત્ર નિરૂપણ મહત્વનું હોવાની સાથે પાત્ર કે પ્રસંગ દ્વારા પરિણામ સ્વરૂપે પાત્રની સંયમ-દીક્ષા સ્વીકારીને આત્મકલ્યાણ કરવાની ભાવના ચરિતાર્થ થયેલી હોય છે એટલે રાસમાં ઉપદેશનું તત્ત્વ મહત્વનું બન્યું છે. સાંપ્રદાયિક સાહિત્યનું આ એક લક્ષણ છે જેને મર્યાદાપણ કહી શકાય છે. (૫૮૬૮)
बालस्त्रीमूढमूर्खाणां नृणां चारित्रकांक्षिणा ॥
अनुग्रहार्थे सर्वज्ञैः सिध्धान्त प्राकृतः कृतः ॥ રાસ દ્વારા લોક રૂચિને અનુસરીને રસિકવાણીમાં બોધ આપવાની પ્રણાલિકા મધ્યકાલીન સાહિત્યમાં નિહાળી શકાય છે. રાસમાં મુખ્યત્વે પ્રસંગોવર્ણન, ધર્મોપદેશ અને સાહિત્યનાં કેટલાંક લક્ષણો જોવા મળે છે. પાત્રોના નિરૂપણમાં કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ, પુણ્ય-પાપનાં ફળ જેવી સાંપ્રદાયિક માહિતી જાણવા મળે છે. એક રીતે વિચારીએતો રાસ રચનાઓ એ ધર્મકથાના દૃષ્ટાંતરૂપ છે. જૈન સાહિત્યમાં વિશેષતઃ રાસ રચનાઓમાં ચરિતાનુયોગને જેટલું મહત્વ આપવામાં આવ્યું છે તેટલું અન્ય ભાષાના સાહિત્યમાં નથી. ચરિત્રોમાં તીર્થકરો, સાધુઓ, શ્રાવક-શ્રાવિકાઓ, રાજા-મહારાજાઓ મંત્રીઓ વગેરેનો સમાવેશ થયો છે.
પ્રાકૃત ભાષામાં ચર્ચરી અને રાસક પ્રકારની રચનાઓ થતી હતી. તેમાં ગેયતા અને સંગીતનો સુયોગ સધાયો હતો. એટલે રાસ પણ ગેય કાવ્ય રચના છે. “રાસક” ઉપરૂપક છે. તેનું લક્ષણ નીચે પ્રમાણે છે. (પા. ૭૩)
अनेकनर्तकीयोव्यं चित्रताललयाश्रितम् ।
आचतुः षष्ठी युगलम मसूणौउत्तम् ॥ જેમાં અનેક નર્તકીઓ હોય અને જેમાં અનેક પ્રકારનાં તાલ અને લય હોય. પણ જેમાં ૬૪ સુધીનાં યુગલ હોય તેમનું કોમળ અને ઉત્કટ એટલે ખૂબ તરવરાટવાળું એવું જે ગેયપ રૂપક તેનું નામ રાસક. રાસકની ક્રિયાનું લક્ષણ દર્શાવતાં પૂ. લખમણગણિ જણાવે છે કે રાસના આરંભમાં ઊર્મિતત્ત્વ હતું તે ક્રમશઃ લુપ્ત થયું હતું અને પ્રસંગો, વર્ણન અને ઉપદેશનું પ્રમાણ વિશેષ રહ્યું હતું. કે. કા. શાસ્ત્રી–નરસિંહ પૂર્વેના રમા શતકનો સમય રાસયુગનો હતો. આખ્યાન પૂર્વના કાળમાં રાસ રચનાઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. ક. મા. મુનશી જણાવે છે કે જૈન સાહિત્યની રાસ રચનાઓ અને જૈનેતર આખ્યાનનો કાવ્યોમાં જીવનની વાસ્તવિક કલાનું દર્શન થાય છે.
૧. કવિ પંડિત વીરવિજયજી એક અધ્યયન ર૬ ગુજ. સાહિ. સ્વ. પા- ૬૮ ૩. ગુજ. સાહિ- ઈન્સ- ખંડ-૧-૫- ૧૨૧ ૪. મધ્ય. ગુજ. સાહિ. ઇતિ. પા- ૧૩૨ ૫. ગુજ. સાહિ. મધ્ય. પા- ૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org