________________
પ્રકરણ-૨
૧૩
તરીકે સ્થાન પામે છે. ધાર્મિક સંદર્ભથી રાસની રસિકતામાં વિક્ષેપ પડ્યો છે પણ મધ્યકાલીન સમાજ જીવનની દૃષ્ટિએ રાસની લોકપ્રિયતામાં કોઈ અવરોધ આવ્યો નથી. રાસ રચનાઓ કાવ્ય તરીકે નોંધપાત્ર હોવાની સાથે ગુજરાતી ભાષાના વિકાસની ઐતિહાસિક અને આધારભૂત માહિતી પૂરી પાડે છે. તેમાંથી ભૌગોલિક, ઐતિહાસિક અને સામાજિક એમ ત્રિવિધ પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે. સમકાલીન સમાજજીવન, ધાર્મિક માન્યતાઓ, વ્રત, મહોત્સવની ઉજવણી, જેવી લોકજીવનને સ્પર્શતી વિગતો પણ પ્રાપ્ત થાય છે એટલે રાસ કાવ્યો માનવ જીવન સાથે એકરૂપ બનીને જીવનનો વિશિષ્ટ પ્રકારનો અભિગમ દર્શાવે છે. લગભગ ૪૦૦ - વર્ષના દીર્ધકાળ પર્યત રાસ રચનાઓ વિપુલ પ્રમાણમાં સર્જાઈ છે. રાસયુગ પછી તેના અનુસંધાનમાં આખ્યાન કાવ્યનો યુગનો પ્રારંભ થયો છે. રાસનું કથા અને ધર્મતત્ત્વ શ્રાવ્ય કાવ્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. તેમાંથી ભારતીય સંસ્કૃતિના સાંસ્કૃતિક વારસાનો-મૂલ્યોનો પરિચય થાય છે. તેમાં કલા અને જીવનનો અવિચ્છિન્ન સંબંધ નિહાળી શકાય છે. કલા જીવન માટે છે સાહિત્ય અને જીવનનો અતૂટ સંબંધ સમજવા માટે આ કાવ્યો આધારભૂત સાધન બને છે.
ગ્રીક અને અંગ્રેજી સાહિત્યમાં પણ સાહિત્ય અને જીવનના સંદર્ભ વિશેની કૃતિઓ રચાઈ છે એટલે સાહિત્ય જગતમાં કલા જીવન માટેનો મત પ્રચલિત બન્યો છે. ૩. રાસના પ્રકાર વિષયવસ્તુને અનુલક્ષીને નીચે મુજબ છે. ૧. જૈન સંપ્રદાયના મહાપુરુષો, રાજા-મહારાજા, શ્રેષ્ઠીઓ, સતી રમીઓ, સાધુ ભગવંતો
તીર્થધામોને કેન્દ્રમાં રચાયેલા રાસની સંખ્યા વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. ૨. સાંપ્રદાયિક સાહિત્ય હોવાથી જૈન દર્શનના વિવિધ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને રાસ રચનાઓ થઈ છે આવી કૃતિઓ જ્ઞાન પ્રાપ્તિ માટેનું સુલભ સાધન છે.
વર્ગીકરણ રાસ
કથાત્મક
તીર્થાત્મક
ઉપદેશાત્મક
પ્રકીર્ણ
ધાર્મિકકથાત્મક
ચરિતાત્મક
લૌકિક
પૌરાણિક
ઐતિહાસિક
પૂજાત્મક
તાત્વિક સ્તુત્યાત્મક પ્રતિમાં પ્રતિષ્ઠા રાસ કૃતિઓ
૪. ભરતેશ્વર બાહુબલી રાસની રચના કવિ શાલિભદ્રસૂરિએ કરી છે તેની ૧૩મી ઇવણિમાં યુદ્ધ
વર્ણન છે. “ધઉલ” આ પંક્તિઓ રસ અને અલંકારથી સમૃદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org