________________
૧૨.
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા રાસ રચનાઓને આધારે જાણવા મળે છે કે રાસમાં વર્ણન, ધર્મોપદેશ, સૂત્રો અને સિદ્ધાંતોનું, પ્રસંગોને પાત્રો દ્વારા પ્રતિપાદન, પૂર્વજન્મ એટલે કે આ જન્મ પહેલાંની વિગતોનું નિરૂપણ કરવામાં આવે છે. કર્મના સિદ્ધાંતની પ્રબળતા જેવા વિષયોની સાથે થોડું સાહિત્ય તત્ત્વ પણ રહેલું છે.
“રાસ રચના ધર્મ અને ઉપદેશ પ્રધાન હોવાથી જૈન કવિઓએ કથાને વધુ મહત્વ આપ્યું છે. પરિણામે તેઓ પંડિત હોવા છતાં કવિ તરીકેના અંશો ઓછા જોવા મળે છે. જૈન સાહિત્ય ચરિત્રાત્મક સ્વરૂપે રચાયેલું છે. અન્ય કોઈ ભાષામાં આટલી મોટી સંખ્યામાં જુદા જુદા કાવ્ય પ્રકારોમાં ચરિત્રાત્મક સાહિત્ય આટલા મોટા પ્રમાણમાં જોવા મળતું નથી એ જૈન ધર્મની એક વિશેષતાની સાથે મર્યાદા પણ છે.*
રાસ રચનાઓને આધારે તેનાં લક્ષણો નીચે પ્રમાણે નોંધવામાં આવે છે.
મંગલાચરણ, કવિનું નામ, રચના સમય, ગુરુનું નામ, દેશીઓ અને રાગોના પ્રયોગ, ઢાળમાં વસ્તુ વિભાજન, શૃંગાર, કરૂણ અને શાંતરસની ભૂમિકા, સમકાલીન દેશ અને સમાજ દર્શન, ફળશ્રુતિ વગેરેના સંયોજનથી રાસ રચનાઓ થયેલી છે. આમ રાસ એક જૈન કાવ્ય પ્રકાર તરીકે સાહિત્ય વિકાસની ઐતિહાસિક ભૂમિકા પૂરી પાડીને પોતાની અસ્મિતાનો પરિચય કરાવે છે. ૨. ઈ. સ. ૧૨૩૨માં રચાયેલાં “રેવંતગિરિ રાસુ' ને અંતે કવિ વિજયસેનસૂરિ નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે.
“રંગિહિ ચેરમઈ જોરાસુ” તે ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે રાસ સમૂહમાં રંગભર ઉલ્લાસ-આનંદપૂર્વક ગાવામાં આવતો કાવ્ય પ્રકાર છે. રાસ શબ્દ જૂનો છે. ઐતિહાસિક દષ્ટિએ વિચારીએ તો ઈ. સ. બીજી સદીમાં હરિવંશ પુરાણમાં તેનો પ્રયોગ થયો છે. શ્રી કૃષ્ણની રાસલીલા પણ આ શબ્દના સંદર્ભમાં સામ્ય ધરાવે છે. એટલે રાસમાં સમૂહમાં નૃત્ય દ્વારા ગાઈ શકાય તેવો કાવ્ય પ્રકાર ગણાય છે.
ભરતેશ્વર બાહુબલી રાસમાં “રાસહિ છંદિતિનો ઉલ્લેખ થયો છે. તે ઉપરથી રાસા એક પ્રકારનો છંદ છે. આ છંદનો ઉલ્લેખ સ્વયંભૂછન્દ હેમચંદ્રાચાર્યના છંદોનું શાસન અને કવિ દર્પણમાં થયો છે. રાસમાં વસ્તુ વિભાજન માટે “ઠવણિ”, “માસ” અને “કડવક' શબ્દપ્રયોગ થયો છે. જંબુસ્વામી ચરિય | રાસ, મહેન્દ્રસૂરિ શિષ્યની રચનામાં “ઠવિયા” શબ્દ પ્રયોગ થયો છે. ઈ. સ. ૧૨૩૦માં રચાયેલ આબુરાસમમાં ‘ભાસ” શબ્દ પ્રયોગ થયો છે. તેમાં એ પભણી નેમિ નિણંદ રાસો તે ઉપરથી નેમિજિન રાસ છે એમ સ્પષ્ટ થાય છે. વિજયસેનસૂરિએ રેવંતગિરિ રાસની રચના ઈ. સ. ૧૨૩૨માં કરી છે તેમાં “કડવક' શબ્દ પ્રયોગ થયો છે. સંસ્કૃત ભાષા શબ્દ ઉપરથી ભારત શબ્દ પ્રચલિત થયો છે. સંસ્કૃતના “સ્થાપના' શબ્દ ઉપરથી ‘ઠવણિ' શબ્દ રચાયો છે. રાસના આરંભમાં ઊર્મિતત્ત્વ હતું. તે દીર્ઘકાવ્ય હોવાથી વર્ણનની વિવિધતા નજરે પડે છે સ્થળ પ્રસંગ, જીવનના વિવિધ પ્રસંગો, યુદ્ધ, રાજયાભિષેક, સામાજિક પ્રણાલિકા પ્રત્યક્ષ અને
પરોક્ષ રીતે ઉપદેશાત્મક વિચારો, ગૌણ કથાઓ, વગેરેની સમૃદ્ધ કથાત્મક-ચરિત્રાત્મક કાવ્ય Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org