________________
ઇતિહાસની કેડી કાકાસી રેલવે સરોવરની લગભગ મધ્યમાં થઈને જાય છે. સરસ્વતી નદીના પટમાં આવેલ શેખ ફરીદની દરગાહ તથા નદીને સામે કાંઠે આવેલી બાવા હાજીની દરગાહ કોઈ જૂના હિંદુ કે જૈન મંદિરનું સ્વરૂપાન્તર હોય એમ જણાય છે. કનસડા દરવાજા બહાર આવેલી પર મુખ્તમશાહની દરગાહ એ મૂળ હેમચન્દ્રાચાર્યનો ઉપાશ્રય હતો એમ કહેવાય છે. મુસ્લિમકાળનાં બીજાં સુંદર બાંધકામમાં શેખ જોધની વિશાળ મસ્જિદ, શહેરના મધ્યમાં આવેલી ગુમડા મસ્જિદ અને અકબરના સુબા ખાન અઝીઝ કોકાએ બાંધેલું ખાનસરોવર એ ખાસ ધ્યાન ખેંચે છે. અકબરના રાજ્યકાળમાં સં. ૧૬પરમાં બંધાયેલું વાડીપાર્શ્વનાથનું જૈન મંદિર, તેમાંના અભુત કોતરણીવાળા લાકડકામને લીધે, પાટણના પ્રત્યેક પ્રવાસીને દર્શન માટે આકર્ષે છે. વનરાજ ચાવડાએ બંધાવેલું પંચાસરા પાર્શ્વન નાથનું મંદિર અનેક જીર્ણોદ્ધાર થતાં થતાં આજ સુધી ટકી રહ્યું છે, અને આજે વળી તેનો એક નવીન જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. જો કે એ મંદિર વનરાજે હાલના સ્થાન ઉપર બાંધ્યું હશે કે જુના પાટણમાંથી મૂર્તિ લાવીને હાલના સ્થળે તેની પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવી હશે–એ એક પ્રશ્ન છે.
પરંતુ પાટણના મહારાજ અને ધનિકોએ બાંધેલાં અનેક મહાલયો અને મંદિરનો આજે ક્યાયે પત્તો નથી. વનરાજનાં કટેશ્વરીપ્રાસાદ, અણહિલેશ્વરનિકેતન અને ધવલગૃહ, યોગરાજનું યોગીશ્વરીનું મંદિર, ભૂયડનો ભૂયડેશ્વરપ્રાસાદ, મૂળરાજનાં મૂલરાજવસહિકા અને ત્રિમૂર્તિપ્રાસાદ, ચામુંડનાં ચંદનનાથનાં અને ચાચિણેશ્વરનાં મંદિર, દુર્લભરાજનાં રાજમદનશંકર, દુર્લભસરોવર અને વિરપ્રાસાદ, ભીમદેવને ત્રિપુરુષપ્રાસાદ, ભીમેશ્વરનું અને ભરુઆણીનું મંદિર, કર્ણદેવનો કર્ણએ પ્રાસાદ, સિદ્ધરાજનો કીર્તિસ્તંભ અને સહસ્ત્રલિંગના તીરે બાંધેલા અનેક સત્રાગારે અને વિદ્યામઠે, હેમચન્દ્રના શિષ્ય રામચન્દ્ર પોતાના “કુમારવિહારશતક'માં અમર બનાવેલો કુમારપાલનો કુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org