________________
પાટણ
મંદિરોથી સંકીર્ણ હોઈ જેનો એને આજ સુધી તીર્થસ્થાન ગણે છે. કદાચ એ વસ્તુને જ અનુલક્ષીને સત્તરમા શતકમાં રચાયેલા “હીરસૌભાગ્ય' કાવ્યના કર્તા દેવવિમલગણિ કહે છે –
श्रीस्तम्भतीर्थ पुटभेदनं च यत्रोभयत्र स्फुरत : पुरे द्वे ।
अहम्मदाबादपुराननाया : किं कुण्डले गूर्जरदेशलक्ष्म्या : ॥ (અર્થાત અમદાવાદ જેનું મુખ છે એવી ગૂર્જરદેશની લક્ષ્મીનાં ખંભાત અને પાટણ માં જાણે કે બન્ને બાજુ રાયમાણ થતાં કુંડળો છે.)
કાદંબરી'ને ગૂજરાતી પદ્યાનુવાદ કરવાનું દુઃસાસ સફળ રીતે ખેડનાર સુપ્રસિદ્ધ કવિ ભાલણ તથા તેના પુત્રે ઉદ્ધવ અને વિષ્ણુદાસ સોળમા શતકમાં પાટણમાં થઈ ગયા. અરાઢમા શતકના પૂર્વાર્ધમાં અનેક ભક્તિરસપૂર્ણ આખ્યાનો રચનાર વૈષ્ણવ કવિ વિશ્વનાથ જાની અને એ જ શતકના ઉત્તરાર્ધમાં “કુતુહાતે આલગીરી' (આલમગીરના વિજયો) નામનો સુપ્રસિદ્ધ ફારસી ઇતિહાસગ્રન્થ લખનાર તથા દુર્ગાદાસ રાઠોડ અને ઔરંગઝેબ વચ્ચે સુલેહ કરાવનાર ઈશ્વરદાસ નાગર પાટણના હતા. જૈન કવિઓની વિપુલ સાહિત્યપ્રવૃત્તિ પણ ચાલુ જ હતી. પણ પૂર્વકાલીન ગૌરવનો લેપ થતાં સાહિત્યરચનામાં યે ઉત્સાહ અને આત્મભાનની માત્ર ઓછી જ જણાય છે.
શ્રી. મુનશી, શ્રી. ચુનીલાલ શાહ અથવા શ્રી. ધૂમકેતુની નવલકથાઓ વાંચીને કઈ આજે પાટણ જોવા આવે તો જરૂર નિરાશ થાય. પ્રાચીન પાટણનાં અવશેષમાં આજે રાજગઢીના કોટનો થોડોક ભાગ, “રાણીનો મહેલ નામથી ઓળખાતો ટેકરો તથા ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ બંધાવેલી “રાણીવાવનાં હાડ’ સિવાય બીજું કંઈ ખાસ બાકી રહ્યું નથી. સસ્ત્રલિંગ સરોવરને એક પણ પથ્થર તે જગાએ બેદકામ થયું તે પૂર્વે દેખાતો નહોતો. મહેસાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org