Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નમિનાથજી
869
અંતર્મુહૂર્તમાં. મોક્ષ છે. બીજા શબ્દોમાં કહીએ તો મન-વચન-કાયાનું જે કોઈ પણ પ્રવર્તન થાય છે, તેમાં હું પણું ન કરવું. સાધનાનું ફળ વૈરાગ્ય છે, ઉદાસીનતા છે, શુભભાવો નથી. જ્યાં પર્યાયમાં એકત્વ હોય છે ત્યાં ભાવાવેશ હોય છે. શુભભાવો આવવા જોઈએ, વધવા જોઈએ પણ તેમાં એકત્વ-મમત્વ ન હોવું જોઈએ. સાધક ધ્યાન-સાધના કરે છે પણ ધ્યાનમાં થતા અનુભવોને છોડી શકતો નથી, તેનું કારણ અનાદિની સુખ લાલસા છે. જ્યાં સુધી સુખની અલ્પ પણ ઈચ્છા હોય છે ત્યાં સુધી સાધનામાં આવતાં શાંતિ, આનંદ વગેરેમાં અટકી જવાય છે. પરમ દીનતાનો અભાવ એટલે પરમ પરિણામિકભાવ સ્વરૂપે પોતાને ભૂલી જવો તે.
પદાર્થનો યથાર્થ નિર્ણય હશે તો જ પર્યાયમાંથી ભોક્તાપણું છૂટશે. પદાર્થના યથાર્થ નિર્ણય પહેલા ધ્યાનમાં પ્રવેશ ન કરી શકાય અને પ્રવેશ કરવામાં આવે તો તે ધ્યાન તરંગ સ્વરૂપ બની જાય. પહેલા તો સંસાર એકાંત દુઃખરૂપ લાગવો જોઈએ, સંવેગ આવવો જોઈએ. એ પહેલા તો શુભભાવોને જ. ઘૂંટવાના છે અને ઘૂંટાવવાના છે. માત્ર તેને મારા માનવાના નથી, એ જાગૃતિ કેળવવાની છે. ધ્યાન ઉપર જોર નથી આપવાનું પણ સમજણ અને વિવેક ઉપર જોર આપવાનું છે. ચાહે સમ્યકત્વની પર્યાય હો કે મિથ્યાત્વની પર્યાય હો, “હું પરમપરિણામિકભાવ સ્વરૂપ શુદ્ધ આત્મા છું!” એ લક્ષ્ય ક્યારે પણ છૂટવું જોઈએ નહિ. અધ્યાત્મમાં આ જ મોટી સિદ્ધિ છે.
સુગત-બૌદ્ધ, અનિત્યને અનિત્ય જાણી તેનાથી છોડવાની અને છુટવાની વાત કરે છે તે માટે ત્યાગ અને વૈરાગ્યની નિષેધાત્મક વ્યવહાર નય પ્રધાન સાધના બતાવે છે જ્યારે મિમાંસક, જે ધ્રુવ છે
અજ્ઞાનપણે પુણ્યના ઉદય વખતે સ્વરૂપ અભાન બનીને, જે સુખ ભોગવ્યું, તેની સજા દુઃખ છે.
આરંભ-સમારંભ-પણ્યિ-ભોગમાં પાપબંધ થાય છે.