________________
હિતષ્ઠિાન
[૫] કાંઈ મળે ત્યારે રાજી થાય છે અને જાય છે ત્યારે દુઃખી થાય છે તને તારું શું છે એ ખરેખર સમજાઈ જશે, પછી તને તેનું દુઃખ નહિ થાય.
જે તારું છે તેને ઓળખ અને તેને મેળવવા પ્રયત્ન કર. देहादि दृश्यते बाह्य, पौद्गलं तत्र किं तव । त्वदीयं तव पाश्र्वेऽस्ति, प्राप्तुं तद् यत्नमाचर ॥ ४॥
(૫) ફક્ત એક વાર કા. વ. ૧૨ તા. ૩-૧૨-૧૩
કપડાં મેલા થયા હય, પરસેવાવાળા થયા હોય તે કાઢી નાંખે છે. રોજ ને રોજ બદલાવે છે. દિવસમાં બે વખત-ત્રણ વખત પણ બદલાવે છે. ખરુંને?
શરીરને મેલ ચડ્યો હોય તે સ્નાન કરો છો ? સવાર સાંજ સ્નાન કરવામાં કંટાળતા નથી-રાજી થાવ છે. ઊનાળે હોય ને તાપ લાગતું હોય તે ત્રણ-ચાર વખત પણ નાહી નાંખે. ખરુંને?
ઘરને સાફ કરે છે, સાફ રાખે છે. તમારી આજુબાજુ કયો હોય તે તમને ગમતું નથી ખરુંને?
પણ મનમાં અને આત્મામાં કરે છે કે નહિ ? તે મેલાં છે કે નહિ? તેને નવરાવવાની જરૂર છે કે નહિ? તે સાફ કરવા છે કે નહિ ? એને કોઈ વખત વિચાર કર્યો છે કે નહિ? એને કઈ વખત વિચાર કર્યો ?
જે તમને લાગે કે એ સાફ-ચોખા કરવા જેવા છે તે વધુ વખત નહિ. ફક્ત એક વાર તેને સાફ કરે તેને મેલ ઉતારો પણ એક વાર બરાબર મેલ ઉતારજે. એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com