________________
ચદનની
સુવાસ
૧૯૩૧નું વર્ષ, ડિસેમ્બરની બીજી તારીખ હતી. કારતક વદ-૬, સંવત ૧૯૮૮ના શુભ દિને અમદાવાદમાં માંડવીની પોળ, દેડકાની પોળમાં તે વખતના પ્રખ્યાત શાંતાબહેનના પ્રસૂતિગૃહમાં મુકુન્દનો જન્મ થયો.
મુકુન્દનો જન્મ એક રીતે કહીએ તો પુષ્ય યોગ હતો. ત્યાર પછીના બે-ત્રણ વર્ષના ગાળામાં વીરજીભાઈએ વેપારી તરીકે સારાં નામ-પ્રતિષ્ઠા મેળવ્યાં હતાં. એમાં એમના વ્યક્તિત્વનું ઊજળું પાસું જોવા મળ્યું. ઈ.સ. ૧૯૩૩માં તેઓ અમદાવાદ કલર-મર્ચન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા.
- વીરજીભાઈના કુટુંબમાં સંયુક્ત જીવનની સુવાસ હતી.
એ સમયે સંતાનો વધુ હોય, પણ સંયુક્ત કુટુંબને કારણે એની તીર્થસ્વરૂપ પૂ. પિતાશ્રી વીરજીભાઈ પુ. ભાગીરથી બા જવાબદારીનો ભારે કોઈને લાગતો નહીં. દરેક વ્યક્તિ બીજાને
નિઃસ્વાર્થભાવે સ્નેહથી સહયોગ આપતી. આને ઉપકાર નહીં, પણ સાહજિક કર્તવ્ય માનતી હતી.
આવા વિરાટ વડલા જેવા કુટુંબમાં મુકુન્દ ચોથા સંતાન હતા. તેમના કરતાં સૌથી મોટા રસિકભાઈ તથા બે બહેનો કુસુમબહેન અને હંસાબહેન. એટલે સ્વાભાવિક છે કે ભાઈબહેનો વચ્ચે પ્રેમપૂર્વક ઊછરતા મુકુન્દ સૌને લાડકા હોય અને
મુકુન્દ પર એમનો પ્રભાવ પણ પડ્યો હતો. મુકુન્દના જન્મ પછી બાળ મુકુન્દ
પણ વીરજીભાઈને બીજા ત્રણ પુત્રો અને એક પુત્રી થયાં. આમ, સોનેજી કુટુંબ આઠ ભાઈ-બહેનોનું એક બહોળું સંસ્કારી કુટુંબ બન્યું. આ સમયગાળામાં આવા મોટા ઘરનું કામ અને બાળકોની સંભાળ રાખવામાં, ડૉ. મૂળજીભાઈનાં પત્ની, પૂ. મોતીકાકીનો ખૂબ નોંધપાત્ર હિસ્સો હતો. તેઓ નિઃસંતાન હોવાને લીધે બાળકોને ઉછેરવામાં તેમને પ્રેમ અને આનંદનો અનુભવ થતો. કુટુંબમાં વડીલો માટે ખૂબ આદરભાવ જોવા મળતો. કોઈ પણ નિર્ણય વડીલોની સંમતિથી થતો. મતભેદ થતો હશે, બોલવા કરવાનું પણ થતું હશે, પણ મનભેદ જવલ્લે જ થતો. બધી પરિસ્થિતિ અને બધા સંયોગોની વચ્ચે પ્રેમની સરવાણી વહેતી હોવાથી કુટુંબમાં સંપ, સંસ્કાર અને સ્નેહનો અનુભવ થતો.
એક દિવસ વીરજીભાઈને (ઈ.સ. ૧૯૩૩માં) એક જ્યોતિષીને મુકુન્દનું ભવિષ્ય બતાવવાનું મન થયું. જ્યોતિષીએ કુંડળીમાં જોઈને કહ્યું, “આ બાળકનું ભાવિ ઉજ્જવળ છે, પણ એને ગ્રહ નડે છે; એના ભાવિને
રાંદનની સુદાસ ચંદનની સુવાસ રચતની સાસ ચંદનની સુવાસ ચદતની સવાર