Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મુઘલ કાલે
ઝિ, જ્યારે એ પછીના ભાગમાં ગુજરાત અંગેની પ્રસંગોપાત્ત માહિતી આવતી રહે છે. લેખકે આમાં ગુજરાત અંગેની કેટલીક માહિતી ગુજરાતમાં રહી આવેલા લેક પાસેથી એકત્ર કરી હોવાનું જણાય છે. આ ગ્રંથની સાલવારી વિશ્વસનીય છે; જેકે ગ્રંથમાં અકબર પ્રત્યે ખુશામતભરી ભાષા પ્રયાજી છે અને કેટલેક સ્થાને અયુક્તિ પણ કરેલી છે.
મુન્તખબુત તવારીખનો લેખક મુલ્લાં અબ્દુલૂ કાદિર બદાઊની અકબરનો સમકાલીન હતા. ત્રણ ભાગમાં લખાયેલી એની આ તવારીખમાં ગઝનવી વંશથી માંડીને ઈ.સ. ૧૫૯૫-૯૬ સુધીને ઈતિહાસ છે. અબુલફકૃલના અકબરનામતમાં, અકબરની શેહ અને ખુશામતને કારણે જે કેટલીક હકીકતો દબાઈ ગઈ તેને આ તવારીખમાં પ્રકાશમાં લાવવાને સ્તુત્ય પ્રયત્ન થયો છે. સંભવતઃ આ કારણે આ ગ્રંથ જહાંગીરના સમયમાં જાહેરમાં મૂકવામાં આવ્યો હતો. આ ગ્રંથના ત્રીજા ભાગમાં ગુજરાત વિશે રસપ્રદ માહિતી છે.
“તબકાતે અકબરી' હિંદના સળંગ ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ ગ્રંથમાં ઈ.સ. ૧૫૯૪ સુધીને સૂબાવાર ઈતિહાસ અપાયો છે. એમાં ગુજરાતને સળંગ ઈતિહાસ પણ સમાવેશ પામે છે. તબકતનો લેખક નિઝામુદ્દીન અહમદ હરવી ઈ.સ. ૧૫૮૫ થી ઈ.સ. ૧૫૮૯-૯૦ દરમ્યાન ગુજરાતના સૂબાને બક્ષી હતા. મુઘલ કાલમાં બક્ષીની જગ્યાનું ઘણું મહત્વ હતું. બક્ષીગીરીને લઈને એનામાં બનાવની નોંધ કરવાની પદ્ધતિ ઈતિહાસ-લેખકેને શેભે તેવી આવી હતી. એણે આપેલ માહિતી ઘણી ઝીણવટભરી અને વિશ્વસનીય છે. લેખકે ગ્રંથલેખનમાં ખરી હકીકતો રજૂ કરવામાં કાળજી લીધી છે અને એ માટે એ રાગદ્વેષથી પર પણ રહ્યો છે. “મિરાતે સિકંદરી' જેવી તવારીખમાં પણ ઉપલબ્ધ ન હોય તેવી કેટલીક માહિતી એણે આપી છે, જેની ઉપેક્ષા થઈ શકે એમ નથી. પ્રસ્તુત કાલના ઈતિહાસમાં અકબરના સમયની કેટલીક વિશિષ્ટ માહિતી માટે આ ગ્રંથ ઘણે ઉપયોગી છે.
મીર અબૂ તુરાબવલી(મૃ. ઈ.સ. ૧૫૯૪-૯૫)એ લખેલ “તારીખે ગુજરાતમાં ઈ.સ. ૧૫૮૩ સુધીને ગુજરાતને ઇતિહાસ આલેખાયેલ છે, જેમાં છેવટના ભાગમાં અકબરના સમયની ગુજરાતની ઘટનાઓનું નિરૂપણ ઉપયોગી થાય એમ છે.
અબુબક્કી નેહાવદી-રચિત “મઆસિરે રહીમી” અબ્દુર્રહીમ ખાને ખાનાન(મૃ. ઈ.સ. ૧૬ર૭)નું જીવનવૃત્તાંત ધરાવે છે. ઈ.સ. ૧૬૬માં લખેલા આ ગ્રંથમાં લેખકે એના આશ્રયદાતા અબ્રહીમ સાથે સંકળાયેલી બધી વિગતે