Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧ ૩' É
ભૌગોલિક લક્ષણો
| ૨૦
એમાં વચ્ચે વચ્ચે નકામુ બર્ટ બ્રાસ ઊગે છે. એમાં ધણી ખાડીએ છે. ભરતી વખતે પાણી અંદરના ભાગમાં ઘણે દૂર સુધી પથરાય છે. ધેાધા પાસે પીરમને મેટ અને ભાવનગર પાસે રાણિયા ભેટ છે. ધેાલેરાનું બંદર ખાડી પુરાઈ જવાથી નાનું થઈ ગયું છે.
કચ્છની પશ્ચિમે અરબી સમુદ્ર તથા દક્ષિણે કચ્છને અખાત આવેલ છે. સમુદ્રને કિનારા ઉત્તરપશ્ચિમથી દક્ષિણપૂર્વ તરફ ઢળતે છે અને અખાતને કિનારા લગભગ અધે સુધી દક્ષિણપૂર્વી તરફ્ અને મુંદ્રા બંદર પાસેથી ઉત્તરપૂર્વી તરફ ઢળે છે. આખા કિનારા લગભગ ૩૨૦ કિ. મી. (૨૦૦ માઈલ) જેટલા લાંખા છે. એ ઘણાખરા સીધા છે. માત્ર કાંક કચાંક નાની નાળેા આવેલી છે. પશ્ચિમે આવેલ કે।રીનાળ સિંધુના લુપ્ત પૂર્વમુખતા અવશેષ છે. એની પાસે આવેલુ' નારાયણુ સરેાવર પણ હાલ ધણુ નાનુ થઈ ગયું છે. કેાટેશ્વર અને લખપતનાં પુરાણાં બંદર ઘણે અંશે પુરાઈ ગયાં છે. કચ્છ તરફના કાંઠે નીચેા, સપાટ અને મટાડાવાળા છે તે એમાં તરિયાંની ઝાડીએ હાય છે. સમુદ્રકાંઠાની અબડાસા તાલુકાથી માંડવી, મુંદ્રા અને અંજાર તાલુકા સુધીની જમીન સપાટ અને ફળદ્રુપ છે. આંબા, નાળિયેરી, ચીકુ વગેરેનાં ફળેા તેમજ કપાસ, મગફળી, બાજરી વગેરે પાક થાય છે. સમુદ્રકાંઠા પાસેને આ સપાટભાગ ‘કંઠી' તરીકે ઓળખાય છે. એના પશ્ચિમ છેડા પાસે આવેલી જખૌની ખાડીમાં આઠદસ નાના ખેટ આવેલા છે, જેમાંના ઘણાખરા ઉજ્જડ છે. જખૌ બંદર પર મીઠાના અગર છે. રુક્ષ્માવતીના મુખ પાસે આવેલું માંડવી બંદર વહાણવટા માટે જાણીતું છે. કેવડી અને ભૂખીના સીંગમ પર આવેલ મુદ્રાના બંદરમાં મીઠાના અગર આવેલા છે. એની ઈશાને આવેલું ભદ્રેશ્વર જૈન તીર્થ તરીકે જાણીતુ છે. અંજારની દક્ષિણે તૂણાનુ જૂનુ બંદર છે, જ્યાંથી હાલ માછલીનું ખાતર પૂરુ' પાડવામાં આવે છે. મીઠાનું મોટું કારખાનું ધરાવતા જૂના કંડલા પાસે નવુ કંડલા બંદર બાંધવામાં આવ્યુ` છે. કરાંચી પાકિસ્તાનમાં જતાં ભારત સરકાર તરફથી આ બંદરને મેાટા બંદર તરીકે વિકસાવવામાં આવે છે. કચ્છના પૂર્વ ભાગમાં આવેલી વાગડ પ્રદેશની જમીન કાળી અને કપાસને અનુકૂળ છે; એની બંને બાજુએ રણુ હાવાથી ત્યાં ઠંડી અને ગરમીનું પ્રમાણ વધારે રહે છે. કચ્છની પૂર્વ તથા ઉત્તરે આવેલી છીછરી ખાડીએ સમય જતાં રણમાં ફેરવાઈ ગઈ છે. રણમાં જ્યારે ઉનાળામાં કારીનાળમાંથી અરબી સમુદ્રની અને નકટી, કઉંડલા તથા તુસ્થલની નાળામાંથી અખાતની મોટી ભરતીનાં પાણી ચડે છે ત્યારે એ સાથે અસંખ્ય દરિયાઈ કીટાણુ, શંખલાં વગેરે ખેંચાઈ આવે છે, કંડલા અને સ્થૂલની ખાડી વચ્ચેના ભાગ સાંકડા,
14