Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨ મું)
પ્રાચીન જાતિએ ઉત્પત્તિ અને આગમન
૪૧
મધ્ય એશિયામાંથી સ્થળાંતર કરતાં કરતાં કેટલાક સમય ઈરાનમાં રહીને ત્યાંથી ભારતવર્ષમાં આવેલી શક–પલવ જાતિઓ ગુજરાતમાં પ્રવેશે છે ને રાજસત્તા હાંસલ કરે છે. પશ્ચિમી ક્ષત્રપાનાં રાજકુલેમાં પહેલાં લહરાત કુલ અને પછી કાર્દમક કુલના રાજાઓની સત્તા સ્થપાય છે.
ક્ષત્રપ રાજાઓનું ભારતીકરણ
વ્યાપક પ્રમાણમાં ને ઝડપથી આ રાજાઓનું ભારતીકરણ થયેલું જોવા મળે છે. ઈરાની “સત્રપ” અને એના સંસ્કૃત રૂપાંતર ‘ક્ષત્રપનું મૂળ ભારતીય-ઈરાની હેઈ શકે. રાજાઓનાં નામોમાં ને પદોમાં ભારતીય નામોને સ્વીકાર નોંધપાત્ર છે. કાઈકુલના પહેલા રાજાનું નામ “ચાષ્ટને શક છે, જયારે પછીના રાજાઓનાં નામે–જયદામા, રુદ્રદામા, રુદ્રસિંહ, સત્યદામા, જીવદામા, રુદ્રસેન, સંધદામા, દામસેન, પૃથિવીસેન, વીરદામા, યશોદામા, વિજયસેન, વિશ્વ સિંહ, ભર્તીદામા અને વિશ્વસેન–માં સ્પષ્ટ ભારતીય અસર વર્તાય છે. વળી આ રાજાઓએ “ક્ષત્રપ” અને “મહાક્ષત્રપ ઉપરાંત “રાજા” અને “સ્વામી' જેવાં બિરુદ પણ અપનાવ્યાં છે, બ્રાહ્મણ-શ્રમણોને ઉદાર હાથે દાન કર્યા છે અને વિહારને દેણગીઓ આપી છે.૪૧ રુદ્રદામાના શિલાલેખમાં રાજા તરીકેના ગુણોનું વર્ણન કરતાં “ગર્ભ પ્રભૂતિ સમૃદ્ધ રાજ્યલક્ષ્મી ધારણ કરેલી હોવાથી જેને સર્વ વર્ણોએ સામે આવીને પતિ તરીકે વરેલ છે એમ કહેવું છે; એમાં ચાતુર્વર્ણવ્યવસ્થાનું સૂચન જોવા મળે છે ને રાજા “ક્ષત્રિય” તરીકે સ્વીકાર પામતે દેખાય છે. સંસ્કૃતમાં લખેલે આ લાંબો શિલાલેખ રાજાના ભારતીકરણનો એક વધુ પુરાવો છે. ૪૩ એ સ્થાનિક ક્ષત્રિયની જેમ જ વ્યવહાર કરતો જોવા મળે છે.
સુદામા સ્વયંવરમાં રાજકન્યાઓને પ્રાપ્ત કરતો એવો ઉલ્લેખ જોવા મળે છે. એ પરથી રાજવંશો વચ્ચે શક-હિંદુ લગ્નસંબંધ થતા લેવા જોઈએ, એટલું જ નહિ, પણ આ દષ્ટાંત પરથી ક્ષત્રપ કુટુંબ એટલાં સંપૂર્ણ રીતે ભારતીય બન્યાં જણાય છે કે હિંદુ રાજકુટુંબે એમની સાથે લગ્નસંબંધ બાંધવામાં નાનમ ગણતાં નથી, બલકે એમને સમાન સામાજિક પ્રતિષ્ઠાવાળા તરીકે સ્વીકારે છે. વળી નહપાનના જમાઈએ બ્રાહ્મણોને કન્યાઓનું દાન દીધું એ ઉલ્લેખ મળે છે.* એ પરથી બ્રાહ્મણો પ્રાયઃ શકકુંવરીઓ સાથે પણ લગ્ન કરતા હશે એમ માની શકાય. આમ લગ્નસંબંધો દ્વારા પણ શકે ભારતીય સમાજમાં ઝડપથી ભળવા લાગ્યા અને વર્ણવ્યવસ્થાવાળા સમાજમાં ગોઠવાઈ ગયા જણાય છે.