Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨ મું]
પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને આગમન
[૪૪૭
સેંદ્રકો પોતાને ભુજગેંદ્ર- અન્વય કે ફણાદ્રિવંશના કહેવડાવે છે એ પરથી તેઓ નાગ જાતિના હોવાને સંભવ છે. મહારાષ્ટ્રના શિંદે સેંદ્રિકેના અનુગામી વંશ આજે પણ નાગચિહ્ન રાખે છે. ૭૩
કટચુરિઓ
આ સમયમાં જ દક્ષિણ ગુજરાતમાં કટચુરિઓનું રાજ્ય સ્થપાયું છે. તેઓ કૃતવીર્યને પુત્ર અજુનથી પોતાને વંશ ગણે છે; અર્થાત તેઓ પોતાને હૈહયો' તરીકે ઓળખાવે છે.૭૪ તેઓ ચાલુક્યોને વફાદાર રહ્યા છે. રાખો (રાઠોડ)
મૈત્રકકાલ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની સત્તાનાં પગરણ શરૂ થયેલાં જોવા મળે છે. આ કુલ અંગે માનવામાં આવે છે કે અશોકના ધર્મ લેખમાં દર્શાવેલા રાષ્ટ્રિકો-રાઠી લેકે દખણમાં ગયા હશે ને ત્યાંથી ક્ષત્રિયત્ન પ્રાપ્ત કરીને રાષ્ટ્રકૂટ નામે ઓળખાવા લાગ્યા હશે. રાષ્ટ્રકૂટ રાજાઓમાં કન્નડ અસર જોવા મળે છે એ પરથી પણ તેઓ અહીં દખણ (કર્ણાટક)થી આવેલા જણાય છે. દખણમાં એમણે ચાલુક્યોની મહાસત્તાનું ઉમૂલન કરી સામ્રાજ્ય સ્થાપ્યું હતું; મૈત્રકકાલના અંતભાગમાં તેઓની સત્તા દક્ષિણ ગુજરાતમાં સ્થપાઈ અને આગળ જતાં એ એક ઉત્તર ગુજરાત સુધી પ્રસરી. દખણમાં પછીના ચાલુક્યોના હાથે એમની સત્તા તૂટી પડતાં અહીં પણ એમની સત્તા અસ્ત પામી. આગળ જતાં તેઓનું એક રાજ્ય કનોજમાં સ્થપાયું ત્યાં તેઓ “રાઠેડ' તરીકે ઓળખાતા, ૧૨ મી સદીના અંતભાગમાં મુસલમાનોએ કનોજથી એમને દક્ષિણમાં હાંકી કાઢેલા અને સોલંકી રાજાની મદદથી એમણે મહેસાણા તાલુકાના સામેત્રા ગામમાં રાજ્ય સ્થાપ્યું.૭૭ પાછળથી સેલંકી કાલના અંતભાગમાં મારવાડના રાઠોડ કુલના એક કુંવરે ઈડરમાં પોતાની રાજસત્તા સ્થાપી. આ સત્તા સલતનત-કાલ દરમ્યાન પ્રબળ રહી. આ રાઠોડકુલના એક બીજા રાજપૂતે દ્વારકાને કબજે લીધો. “વાજા” અને “વાઢેલ” એ આ રાઠોડકુલની શાખાઓ ગણાય છે.૭૮ ગુર્જર
ગુર્જરોને પ્રથમ ઉલેખ બાણના હર્ષચરિતમાં અને યુઅન સ્વાંગના પ્રવાસવર્ણનમાં જોવા મળે છેગુર્જર કોણ એ પ્રકને ભારે વિવાદ ઊભો કર્યો છે. એક તરફથી “ગુર્જર' શબ્દને જાતિવાચક તરીકે ઘટાવીને ગુર્જર પરદેશી જાતિના