Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૬૪].
ઈતિહાસની પૂર્વભૂમિકા સિદ્ધરાજ (૧૯૪-૧૧૪૩) ખંભાતના મુસલમાન વેપારીઓ ઉપર હુમલા થયેલા એની તપાસ કરે છે, હિંદુઓને દંડ કરે છે અને નવી મસ્જિદ બાંધવા મુસલમાનેને પૈસા આપે છે એવો ઉલ્લેખ છે.૧૫ વેપારધંધાર્થે આવેલા અબોની વસ્તી ઠીક ઠીક પ્રમાણમાં હોય એવા ઉલ્લેખ મળે છે. હર્મજ દેશના ખેજ નાખુદા પીરેજે સોમનાથ પાટણની બહાર જમીન ખરીદી ત્યાં મરિજદ બંધાવી અને એને. અમુક આવક બાંધી આપી એવો ઈ. સ. ૧૨૬૪ ના સંસ્કૃત લેખમાં ઉલ્લેખ છે. આથી ત્યારે ત્યાં મુસ્લિમોની વસ્તી પણ હશે.૨૬
દેવલ કૃતિકારે મુસલમાન બનેલા હિંદુઓને ફરીથી હિંદુ ધર્મમાં અપનાવવા માટેની શુદ્ધિક્રિયા પણ દર્શાવી છે. ૧૭ આથી મુસ્લિમ બનેલાને ફરી પાછા સ્વધર્મમાં સ્વીકારવામાં આવતા હશે.
આ સમયને સમાજ ઘણે જટિલ બનેલે જણાય છે. વ્યાવસાયિક વર્ગો ને વર્ણોની સાથે સાથે બ્રાહ્મણ-વાણિયામાં પેટાજ્ઞાતિઓના વિભાગે બંધાવાની શરૂઆત થઈ અને અસ્પૃશ્યતાનું પાલન પણ કડક રીતે થતું ચાલ્યું. મુસલમાનેના આગમનના સમય સાથે વર્ણજ્ઞાતિવ્યવસ્થાવાળો સમાજ ચુસ્ત બનવા લાગ્યો હેય એમ જણાય છે.
અત્યાર સુધી આપણે પ્રાચીન ગુજરાતના મુખ્ય મુખ્ય અતિહાસિક તબક્કાવાર પ્રાપ્ત માહિતીને આધારે તત્કાલીન જાતિઓને ખ્યાલ કર્યો. આ બધી હકીકતે ઉપરથી પ્રાચીન કાલના અંતભાગમાં ગુજરાતની ધરતી કયા કયા વર્ગો-જ્ઞાતિઓ-કેમેમાં વહેંચાયેલી જણાય છે એ જોઈએ.
પ્રાચીન ગુજરાતની જૂની અને નવી વસાહતનાં મહત્ત્વનાં કેન્દ્ર કે પવિત્ર ધામમાં મુખ્ય મુખ્ય જોઈએ તો ઉત્તર ગુજરાતમાં બેરસદ, મોઢેરા, સિદ્ધપુર, વડનગર, ખડાલ, અડાલજ, ડીસા, ઘોઘા, હરસેલ, ખેડા, માંડલ, અણહિલવાડપાટણ, રાયકા અને વિસનગર, સૌરાષ્ટ્રમાં ગિરનાર, ગોમતી, સિહોર, તળાજા અને ઊના, દક્ષિણ ગુજરાતમાં અનાવલ ભરૂચ, જંબુસર, કામરેજ, કાવી અને નાદ; અને મધ્ય ગુજરાતમાં સદ, સાઠોદ અને વડેદરા એ મુખ્ય જણાય છે. આમાંના ઘણું બધાં સ્થળેનાં નામ ઉપરથી આજની ઘણી બધી બ્રાહ્મણ, વાણિયા અને કેટલીક સેની, સુથાર જેવી ધંધાદારી તેમજ વસવાયા પેટા જ્ઞાતિઓનાં નામ પડ્યાં છે. સંભવ છે કે આ જ્ઞાતિજનોના પૂર્વજો આ પ્રાચીન સમય દરમ્યાન તે તે સ્થળે જઈ વસ્યા હેય. પૂરતા પુરાવાઓને અભાવે આમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી.