Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[5.
૪૭૬]
ઈતિહાસની પૂર્વભૂમિકા આખા ભારતમાં આ સંવતનાં વર્ષ ચૈત્રાદિ ગણાય છે અને વર્ષને આરંભ ચૈત્ર શુક્લ પ્રતિપદાથી થાય છે, પરંતુ મહિનાઓની ગણના--પદ્ધતિમાં તફાવત છે. ઉત્તર ભારતમાં આ સંવતના માસ પૂર્ણિમાંતર છે, જ્યારે દક્ષિણ ભારતમાં અમાંતર છે. ૨૩
ગુજરાતમાં શક ક્ષત્રપ રાજાઓની સત્તાને અરત થતાં શક સંવતને ઉપયોગ લુપ્ત થતો ગયે. ગુપ્ત કાળ દરમ્યાન અહીં એને બદલે “ગુપ્ત સંવત” પ્રચલિત થયો. આ કાળ દરમ્યાન શક સંવતના પ્રયોગવાળા આભિલેખિક કે સાહિત્યિક ઉલ્લેખ ઉપલબ્ધ થયા નથી.
મૈત્રક કાળ દરમ્યાન શક સંવતની મિતિઓવાળા થડા આભિલેખિક૨૪ તથા સાહિત્યિક ઉલ્લેખ મળે છે. આ કાલમાં શક સંવતને ઉપયોગ જ્વલે થતો. હવે અન્ય સંતોને ઉપયોગ થતાં આ સંવતનાં વર્ષો સાથે “ શક” એ નામને પ્રયોગ થવા લાગે.૨૬
આ દરમ્યાન શક સંવત દખણમાં પ્રચલિત છે. મૈત્રક કાલના અંતભાગમાં શક સંવત દક્ષિણના રાષ્ટ્રકૂટ રાજાઓની અસર હેઠળ ગુજરાતમાં ફરીથી પ્રચલિત બન્યો. એમણે ત્યાંના પ્રાચીન ચાલુક્યો પાસેથી આ સંવત અપનાવેલ જણાય છે. ૨૭
અનુમૈત્રક કાળ દરમ્યાન દક્ષિણના રાષ્ટ્રકૂટ રાજાઓએ ગુજરાત પર પિતાની સત્તા સ્થાપિત કરી અને ગુજરાતના લાટ પ્રદેશ પર લગભગ ઈ. સ. ૯૩૦ સુધી સીધું શાસન કર્યું. આ સમય દરમ્યાન રાષ્ટ્રકૂટ રાજાઓએ પોતાનાં દાનશાસનમાં શક સંવતને ઉપયોગ કર્યો. એમનાં દાનપત્રોમાં શક સં. ૩૦(ઈ. સ. ૮૦૦) થી શક સં. ૮૫ર(ઈ. સ. ૯૩૦) સુધીની મિતિ મળે છે. આ મિતિઓમાં વર્ષ, માસ, પક્ષ અને તિથિ આપેલ છે; કોઈક વાર વાર ઉલ્લેખ જોવા મળે છે. એમાં પણ એવો સ્પષ્ટ નામોલ્લેખ છે. પર્વ, ગ્રહણ, નક્ષત્ર અને સંવત્સરને ઉલ્લેખ પણ જોવા મળે છે. - આ સમયની કેટલીક સાહિત્યિક કૃતિઓમાં પણ શક સંવત વપરાય હેવાનું માલુમ પડે છે. એની મિતિએ શક સં. ૭૨(ઈ. સ. ૮૫૦)થી શક સં. ૮૫૩( ઈ. સ. ૯૩૧) સુધીની ઉપલબ્ધ થાય છે. એમાં વર્ષ, માસ, પક્ષ, તિથિ અને કોઈક વાર સંવત્સરને પ્રયોગ થયેલે માલૂમ પડે છે. રાષ્ટ્રકૂટ રાજાઓનાં દાનપત્રોમાં આવતા ગ્રહણ અને પર્વના ઉલ્લેખો પરથી માલૂમ