Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ઇતિહાસની પૂર્વભૂમિકા ભારતને વિક્રમ સંવત જ્યારે ગુજરાતમાં પ્રચલિત થયો ત્યારે એની મૂળ પદ્ધતિમાં સ્થાનિક અસરને લઈને પરિવર્તન થતું ગયું.
સોલંકી કાલની ઉપલબ્ધ મિતિઓની ચકાસણી કરતાં માલૂમ પડ્યું છે કે અહીં વિક્રમ સંવતનાં વર્ષ મોટે ભાગે ગત” હતાં. એની વર્ષગણનાની પદ્ધતિમાં ૌત્રાદિ કરતાં કાર્તિકાદિ પદ્ધતિ વધુ પ્રચલિત હતી. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર(હાલાર)માં પ્રાયઃ આષાઢાદિ વર્ષની પદ્ધતિ પ્રચલિત હતી. એવી રીતે આ સંવતની માગણનામાં પૂર્ણિમાંત પદ્ધતિ કરતાં અમાંત પદ્ધતિ વધુ પ્રચલિત હતી.
સંવત્સરોની ગણતરી પરથી માલૂમ પડયું છે કે સંવત્સર ક્રની ગણનામાં સાચા બાર્હસ્પત્ય સંવત્સરોનું ચક્ર પ્રચલિત હતું, જે ઉતર ભારતની સ્પષ્ટ અસર દર્શાવે છે. સામાન્યતઃ અધિક માસની ગણતરી બ્રહ્મસિદ્ધાંતની સમ પદ્ધતિ અનુસાર થતી હશે એવું અધિકમાસવાળી મિતિઓની ચકાસણી પરથી માલૂમ પડે છે.
સોલંકી કાલ પછીની વિક્રમ સંવતની ઉપલબ્ધ મિતિઓની ચકાસણી કરતાં પણ માલૂમ પડ્યું છે કે આ સંવતનાં વર્ષ પ્રાયઃ “ગત” હતાં; એનાં વર્ષ પ્રાયઃ કાર્તિકાદિ અને માસ પ્રાયઃ અમાંત હતા.
એકંદરે જોતાં સેલંકી કાલથી વિક્રમ સંવતનો ઉપયોગ ગુજરાતમાં પ્રચુર પ્રમાણમાં જોવા મળે છે. ત્યારથી માંડી અત્યાર સુધી ગુજરાતમાં વિક્રમ સંવત જ વ્યાપક રીતે પ્રચલિત રહે છે. બ્રિટિશ શાસનકાળ દરમ્યાન વ્યવહારમાં અન્ય પ્રદેશોની જેમ ગુજરાતમાં ઈસ્વી સન પ્રચલિત થતાં વિક્રમ સંવતને ઉપયોગ મર્યાદિત થતો જાય છે છતાં ધાર્મિક પ્રસંગોએ એનું મહત્તવ ચાલુ રહ્યું છે. ગુજરાતમાં બેસતા વર્ષની ઉજવણી પણ વિક્રમ સંવતના કાર્તિક સુદિ પડવાએ ભારે ધામધૂમથી થતી હોય છે.૯૫
વિક્રમ સંવતના વર્ષની બરાબરનું ઈસ્વી સનનું વર્ષ કાઢવા માટે વિક્રમ સંવતના વર્ષમાંથી કાર્તિકથી ડિસેમ્બર સુધીના સમય માટે ૫૭ અને જાન્યુઆરીથી આસો સુધીના સમય માટે ૫૬ બાદ કરવા પડે છે. જે ૭. સિંહ સંવત
સેલંકી રાજાઓના કેટલાક અભિલેખોમાં સિંહ સંવતને પ્રયોગ થયેલે માલૂમ પડે છે. આ બધા અભિલેખ સેરઠ(દક્ષિણ સૌરાષ્ટ્ર)માંથી ઉપલબ્ધ થયા છે. આ