Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૯૬]
ઇતિહાસની પૂર્વભૂમિકા કાલગણકે ઈ. પૂ ૧ લી સદી અને ઈ. સ. ની ૧ લી સદી વચ્ચે શૂન્ય વર્ષને સ્વીકાર કરતા નથી. ૧૨૮
ખ્રિસ્તી સંવતમાં ઇતિહાસ અને કાલગણનાનું સંકલન હોવાથી એ ખૂબ જ પ્રચલિત બને. ઈલેંડમાં એ ૮મી સદીથી અને ફ્રાન્સ, બેજિયમ, જર્મની તેમજ સ્વિઝલેંડમાં ૮ મી સદીથી તથા બીજા ઘણા ખ્રિસ્તી દેશમાં ઈ. સ. ૧૦૦૦ થી પ્રચલિત બને. સ્પેનના ઘણાખરા ભાગમાં ઈ. સ. ની ૧૪ મી સદી થી અને ગ્રીસમાં ૧૫ મી સદી પછીથી આ સંવત પ્રજાવા લાગ્યા. ૨૯
આ સંવતનું વર્ષ ૩૬૫ (બુત વર્ષમાં ૩૬૬) દિવસનું હેઈ સૌર ગણતરીનું છે. એના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ વગેરે બાર મહિના છે. એમાં અમુક માસ ૩૧ દિવસના ૩૦ તો બીજા અમુક માસ ૩૦ દિવસના ૩૧ છે, જ્યારે ફેબ્રુઆરી માસ સામાન્ય રીતે ૨૮ દિવસ હોય છે. આ રીતે વર્ષ ૩૬૫ દિવસનું થાય છે, પરંતુ સૌર વર્ષ લગભગ ૩૬૫ દિવસનું હોઈ દર ચાર વર્ષે ફેબ્રુઆરીમાં ર૯ મે દિવસ ઉમેરવામાં આવે છે. આ વર્ષને સ્કુત વર્ષ (leapyear) કહે છે. જે વર્ષની સંખ્યાને ચારથી ભાગતાં શેષ ન વધે તે વર્ષને લુત વર્ષ ગણવામાં આવે છે, જેમકે ઈ.સ. ૧૯૬૮, ૧૯૭૨, ૧૯૭૬ વગેરે.૧૩૨ તારીખ મધ્યરાત્રિથી મધ્યરાત્રિની ગણાય છે.
યુરોપીયના વસવાટ તથા શાસન દ્વારા આ સંવત ધીમે ધીમે ભારતમાં પ્રચલિત થયું. ઈ. સ. ૧૮૧૮ થી શરૂ થતા બ્રિટિશ શાસન દરમ્યાન એ ગુજરાતમાં પણ પ્રચલિત થયો. દેશ સ્વતંત્ર થયા પછી પણ, એનાં શતકના રૂટ ઉપગને લઈને તથા એના આંતરરાષ્ટ્રિય પ્રસારને લઈને, વ્યવહારમાં ઈસ્વી સનનો ઉપયોગ ઘણો વ્યાપક થયેલો છે, આથી ભારતીય ઇતિહાસમાં પણ કાલગણના પ્રાયઃ ઈવી સનમાં આપવામાં આવે છે.
ઈસવી સનનાં વર્ષ સૌર હોઈ એમાં ઋતુકાલ બરાબર જળવાય છે, ૧૩૩ પરંતુ એના મહિનાઓના આરંભ- અંત કૃત્રિમ હેઈ એમાં સર્યની સંક્રાંતિ કે ચંદ્રની કક્ષાની વધઘટને ખ્યાલ આવતો નથી. વળી એના મહિનાઓની તારીબેની સંખ્યાને ક્રમ ઘણે અનિયમિત અને અટપટો છે, આથી વિશ્વપંચાંગ(VWorld Calendar )ની સૂચિત જનામાં એના અમુક મહિના સળંગ રીતે ૩૦-૩૦ દિવસના અને બાકીના મહિના સળંગ રીતે ૩૧-૩૧ દિવસના રાખવાની ભલામણ કરવામાં આવી છે, જેથી એની સંખ્યા યાદ રાખવી તે ગણવી સરળ પડે.૧૩