Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ મું ] કાલગણના
[ ૪૭૭ પડે છે કે આ સમય દરમ્યાન અહીં ચૈત્રાદિ વર્ષગણનાની પદ્ધતિવાળા શક સંવતના માસ અમાંત પદ્ધતિએ ગણાતા. શક સંવતની કેટલીક મિતિઓમાં સાઠ સંવત્સરોના ચક્રનો ૨૮ પ્રયોગ થયેલો જોવા મળે છે.
આ સંવત્સરાની ગણતરી પરથી એવું ફલિત થાય છે કે એની ગણના પ્રાયઃ “બ્રહ્મસિદ્ધાંત પ્રમાણે થતી, જે સિદ્ધાંત ગુજરાત અને રાજસ્થાનમાં પ્રચલિત હતોર૯
સેલંકી કાળ દરમ્યાન શક સંવતની મિતિવાળા અભિલેખનું પ્રમાણ અત્યંત જૂજ છે; સાહિત્યિક લખાણમાં પણ એનું પ્રમાણ ઘણું મર્યાદિત છે. અભિલેખોમાંની એની બધી જ ઉપલબ્ધ મિતિઓ લાટના ચાલુક્ય રાજાઓ અને એમના મંડલેશ્વરોનાં દાનશાસનમાંની છે. મિતિઓમાં વર્ષ, માસ, પક્ષ, તિથિ અને કેઈક વાર વાર, ગ્રહણ તેમજ સંવત્સરને પ્રયોગ થયેલે માલુમ પડે છે. વાર અને પ્રહણને મેળ ચૈત્રાદિ વર્ષ અને અમાંત ભાસની પદ્ધતિએ બેસતા હેવાથી આ સમય દરમ્યાન ચૈત્રાદિ પદ્ધતિવાળા શક સંવતના માસ અમાંત પદ્ધતિ અનુસાર ગણાતા એમ ફલિત થાય છે.
સંવત્સરની ગણતરી પરથી એવું માલૂમ પડે છે કે એ સમયે અહીં સંવત્સરો દક્ષિણ ભારતની પદ્ધતિવાળા “બાહસ્પત્ય સંવત્સરચક્ર અનુસાર ગણાતા.
શિલાલેખમાં આપેલી મિતિઓ પરથી માલૂમ પડે છે કે દિલ્હી સલતનતના શાસન દરમ્યાન વિક્રમ સંવતના વર્ષની સાથે શક વર્ષ ભાગ્યેજ આપવામાં આવતું.
ગુજરાતની સ્વતંત્ર સતનતના અમલ દરમ્યાન, ખાસ કરીને લગભગ ઈ. સ. ૧૪૮૧ થી, વિ. સં.ના વર્ષની સાથે સાથે થતા શિક વર્ષના ઉલ્લેખનું પ્રમાણ ૬૦ ટકાથી વધુ જોવા મળે છે. મુઘલ કાલના શિલાલેખો તેમજ ખતમાં આપેલી મિતિઓમાં આ પ્રમાણે લગભગ ૪૦ ટકા જેટલું જણાય છે. મરાઠા કાલ દરમ્યાન શક વર્ષને ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોવાની અપેક્ષા રહે છે, પરંતુ ઉપલબ્ધ ખતો અને શિલાલેખોમાં મળતી મિતિઓમાં એનું પ્રમાણુ એનાથીયે ઘટીને ૩૫ ટકા જેટલું થયેલું દેખાય છે. બ્રિટિશ કાલ દરમ્યાન આ પ્રમાણ એનાથીયે વધુ ને વધુ ઘટતું જાય છે.
અર્વાચીન કાલમાં ગુજરાતમાં શક સંવતને ઉપયોગ, ખાસ કરીને જ્યોતિષીઓમાં (તથા ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રીઓમાં), મર્યાદિત રહ્યો.