Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ મું] કાલગણના
[ see આ રીતે જોતાં કથિક સંવતનું આરંભવર્ષ ઈ. સ. ૨૨૦ થી સ્પ૦ વચ્ચે હોઈ શકે.
કથિક રાજાઓ પંજાબના કઠકો અથવા કાઠીઓ હોય એમ માનવામાં આવે છે. ૩૬ દેવની મોરીમાં આવીને વસેલ બૌદ્ધ સંધ પંજાબના કથિકાના રાજ્યમાંથી આવ્યો હોય અને આ સંઘે અહીં કથિક રાજાઓના સંવતને પ્રયોગ કર્યો હોય એ વિશેષ સંભવે છે. એ અનુસાર એ સમયે એ સ્થળે રાજસત્તા તે ક્ષત્રપ વંશની જ ચાલુ રહેલી, પરંતુ આ ભિક્ષુસંધે પિતાના આગવો એ કથિક સંવત વાપર્યો, એવું ફલિત થાય છે.
આ સંવતને ઉલ્લેખ ભારતમાં કેઈ અન્ય સ્થળે થયેલે મળે નથી; ગુજરાતમાંય એનો એકમાત્ર ઉલ્લેખ મળે છે. આ સંવત અહીં ઝાઝો વખત પ્રચલિત રહ્યો જણાતો નથી તેમ ગુજરાતમાં અન્યત્ર પ્રસર્યો પણ લાગતો નથી. ૩, ગુપ્ત સંવત
ગુપ્ત રાજવીઓના રાજ્યકાલના મુખ્યત્વે કેટલાક અભિલેખ ઉપલબ્ધ થયા છે. આ અભિલેખોમાં સિક્કા લેખો મળે છે. સિક્કાઓ પર (ગુપ્ત) “સં. ૮૦ થી ૯૦ + ૪” એટલે કે “સં. ૯૧ થી ૯૪” સુધીનાં વર્ષોવાળા સિકકા મળે છે. કુમારગુપ્ત અને સ્કંદગુપ્તના, ગુજરાત માટેના, સિક્કાઓમાં બહુ થોડી મિતિઓ મળે છે, અને એમાં પણ ૧૦૦ નો અંક જ સ્પષ્ટ રીતે વાંચી શકાય છે, જ્યારે દશકના અને એકમના અંક બિલકુલ વાંચી શકાતા નથી.
ગુપ્ત કાલ દરમ્યાન ગુજરાતમાં સ્કંદગુપ્તના સમયનો ગુ. સં. ૧૩૬, ૧૩૭ અને ૧૩૮ના સમયનિર્દેશવાળે એક લેખ મળી આવેલ છે. ૩૭ આમાંના પહેલા બે નિર્દેશમાં વર્ષ, માસ અને તિથિ આપવામાં આવ્યાં છે.
મગધના ગુપ્ત રાજાઓએ વાપરેલ સંવતને માટે શરૂઆતમાં કંઈ વિશિષ્ટ નામ પ્રજાતું નહિ, પણ સ્કંદગુપ્તના સમયથી એને “ગુપ્ત કાલ” (ગુપ્તને સંવત) તરીકે ઓળખવામાં આવતો.૩૮
ગુપ્ત સંવતની ઉત્પત્તિ વિશે એક સામાન્ય મત પ્રચલિત છે કે ગુપ્ત વંશના પહેલા સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલાએ આ સંવત પ્રવર્તાવ્યો અને એના સજયાભિષેકના પહેલા વર્ષથી આ સંવતનું પહેલું વર્ષ ગણાવા લાગ્યું.