Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૪૬].
ઇતિહાસની પૂર્વભૂમિકા
સુધી જેઠવાઓની સત્તા પ્રવતી એ પરથી જ્યદ્રથ’ અને ‘જેઠવા વચ્ચે સંબંધ રહેલે સંભવે છે. ૧૮ જેઠવા રાજ્યમાં જ્યદ્રથ-સંધવોને વૃત્તાંત વિસારે પડતાં મસ્ય'ને સ્થાને હનુમાનનું પ્રતીક અને “જ્યદ્રથને બદલે મકરધ્વજની માન્યતા પ્રચલિત થઈ લાગે છે. ૨૯
મેહશે
મા એશિયામાંના મેડિયા અને જ્યોર્જિયાનાં સામ્રાજ્ય વેત દણના આક્રમણથી હચમચી ઉઠ્યાં ત્યારે તેઓએ દક્ષિણ તરફ ભ્રમણ શરૂ કર્યું. આમ મેડિયન સામ્રાજ્યના મેડ અને જ્યોર્જિયાના ગુર્જરે ઉત્તર-પૂર્વ તરફથી ઈરાન થઈને બલુચિસ્તાનના માર્ગે ભારતવર્ષમાં ગુખશાસન દરમ્યાન પ્રવેશ્યા જણાય છે. શરૂમાં ગુપ્તાએ એમને નસાડી મૂક્યા, પણ પાછળથી તેઓએ ફરી પ્રવેશ કર્યો ને સિંધુ નદીની પૂર્વના ભાગમાં મેહર લેકએ અને દક્ષિણ તરફ ગુર્જરેએ વસવાટ કર્યો.૭૦
સુરાષ્ટ્રમાં મોરબીમાં મેહર લેકોનું રાજ્ય કહેવાયું છે. ત્યાં સિંધવ આવતાં તેઓ સેંધાના પડખે રહ્યા છે. આજના મેર પોતાને સુરાષ્ટ્રના રણધીરજી જેઠવા(બરડા પ્રદેશમાં વીસ ગામના ધણી)ના વંશજો કહેવડાવે છે. આમ તેઓ જેઠવા રાજપૂતની આશ્રિત જાતિના છે. મેર જાતિ રાજપૂત સાથે પુષ્કળ પ્રમાણમાં ભળી ગઈ છે, એમ મેરની કેશવારા, રાજશાખા, ઓડેદરા, સિસોદિયા, પરમાર, સોલંકી, ચૌહાણ, ચૂડાસમા, ભટ્ટી, જાડેજા, ચાવડા, વાઢેર, વાળા ઈત્યાદિ જુદી જુદી શાખાઓ પરથી જોવા મળે છે.૭૧
તળાજામાં તેરમી સદીમાં મેહર(મેર)કુલના રાજા રાજ્ય કરતા હતા.9 હાલ તેઓ વાળાના વંશજ મનાય છે. આ કુલનામને ઈરાની ઉમર, સં. મદિર શબ્દ સાથે સંબંધ હોવાનું જણાય છે.
સેંકે - સૌ પ્રથમ સે કે રાષ્ટ્રો ને કદંબોના ખંડિયા રાજા તરીકે દેખા દે છે, કએની સત્તાના અસ્ત પછી તેઓ ચાલુક્યોના આશ્રિત જણાય છે અને ચાલુક્યો સાથે લગ્નસંબંધથી પણ જોડાયેલા છે. એમણે ગુજરાતમાં ર૦૦ જેટલાં વર્ષ સુધી રાજ્ય કર્યું જણાય છે.