Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨ મું] પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને આગમન [૪૫૫ છે. વલભીનાં ખંડેરોમાં મળતા અવશેષો પરથી સોની, મણિયાર, લુહાર, કંસારા, વણકર, દરજી, માળી જેવા અન્ય ધંધાદારી વર્ગોનું તથા કુટુંબી (કણબી)-ખેડૂતનું સૂચન થાય છે. વળી પરિચારકર્મ જેવાં કે પગચંપી કરનાર, પથારી કરનાર, દાંત રંગનાર વગેરે વર્ગો હેવાનું કેટલાક આનુષંગિક પુરાવાઓ પરથી ફલિત થાય છે. યુઅન ક્વાંગ ચાર વર્ણોનો નિર્દેશ કરે છે તથા ગુલામીના રિવાજની પણ નોંધ કરે છે. આ બધા ઉલ્લેખો પરથી હજી સમાજમાં જ્ઞાતિભેદ પ્રચલિત થયેલા જણાતા નથી, ફક્ત ધંધાદારી વર્ગો જ જણાય છે. આ પછીના સોલંકી કાલના સાહિત્ય અને લેખોમાં બ્રાહ્મણ અને વાણિયાની જુદી જુદી પેટા-જ્ઞાતિઓનો ઉલેખ આવે છે, પણ મૈત્રકક લીન લેખમાં માત્ર રાજવંશનાં જુદાં જુદાં કુલેને, બ્રાહ્મણોનો તેમજ ધંધાદારી વર્ગોને, વણિકોને અને ખેડૂતોને જ ઉલ્લેખ આવે છે. ૧૧૫ અનુમૈત્રકકાલ (ઈ.સ. ૭૮૮-૯૪).
અનુમૈત્રકકાળ દરમ્યાન ચા-ચાવડાઓ, રાષ્ટ્ર, પ્રતીહારે, ચાલુક્યો, સેંધા અને પરમારો ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં સત્તા ધરાવતા જણાય છે. એ પૈકી ચાવડા, પરમાર અને પ્રતીહાર રાજકુલોને પહેલવહેલે પરિચય આ કાલમાં થાય છે.
ચાવડા
રાજસ્થાનના ભીનમાલમાં, સૌરાષ્ટ્રના વઢવાણમાં અને ઉત્તર ગુજરાતના અણહિલવાડ પાટણમાં ચાવડા વંશનાં રાજ્ય જોવા મળે છે.
વઢવાણુના ચાપવંશી રાજા ધરણવરાહના શિક વર્ષ ૮૩૬(ઈ. સ. ૯૧)ના દાનપત્ર પ્રમાણે પૃથ્વીએ શંકરને પ્રણામ કરીને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે જ્યારે ધ્યાનમગ્ન બની છે ત્યારે અસુરે અમને દુઃખ દે છે એ અમારાથી સહેવાતું નથી. આથી શંકરે પોતાના ચાપમાંથી પૃથ્વીની રક્ષા કરી શકે તે પુરષ ઉત્પન્ન કર્યો ને એનાથી ચાપવંશ પ્રસિદ્ધ થયે. આમ બ્રહ્માના ચુલકમાંથી ચૌલુકોની ઉત્પત્તિ દર્શાવવામાં આવે છે તેવા જ પ્રકારની ચાપવંશીઓની ઉત્પત્તિ ગણાય છે. * ડે એમને સીથિયન-શક ગણ્યા છે ૧૧૭ કેટલાક એમને ગુર્જર ગણે છે. ચાપેકટ અને ગુર્જર ભિન્ન છે એમ ઓઝા દર્શાવે છે અને ચાપ નામના