Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૪૪]
ઇતિહાસની પૂર્વભૂમિકા
ગુપ્તકાલમાં ધંધાદારી વર્ગોમાં શાકટિક (ગાડું ચલાવનાર) અને વૈકટિક (દારૂ ગાળનાર) વણેને ઉલ્લેખ મળે છે.પ૯ વળી પટ્ટોના વણનાર પટ્ટવાયોની શ્રેણીને ઉલ્લેખ પણ મળે છે. આ પરથી જુદા જુદા વ્યવસાયનાં મહાજનના અસ્તિત્વનું અનુમાન કરી શકાય. લાટની રેશમ વણનાર એક શ્રેણીએ માળવામાં સ્થળાંતર કર્યું ને ત્યાં જઈને એમાંના ઘણાઓએ જોતિષી, બાણાવળી, કથાકાર, દ્ધા અને સાધુ જેવા અનેકવિધ વ્યવસાય અપનાવ્યા હોય એવો ઉલ્લેખ કુમારગુપ્ત અને બંધુવના મંદિરમાંથી મળેલા અભિલેખમાંથી મળે છે. આ ઉપરથી આ સમયમાં ધંધા ચુસ્તપણે પરંપરાગત નહેતા ને વ્યવસાયેની ફેરબદલી કરવાની મુક્તતા હતી એમ લાગે છે.
આ સમય દરમ્યાન ભરૂચ અને વેરાવળ જેવાં બંદરોએથી ગુલામોને વેપાર થતું હતું એવા ઉલ્લેખ મળે છે. ૧૧ મૈત્રકકાલ (લગભગ ઈ. સ. ૪૭૦-૭૮૮)
મૈત્રકકાલ અંગે મોટા ભાગની ઠીક ઠીક માહિતી મિત્ર, ગુર્જર વગેરે રાજાઓએ બ્રાહ્મણ અને શ્રમણને આપેલાં દાનની ધ રજૂ કરતાં ને વિપુલ પ્રમાણમાં મળતાં તામ્રશાસને પરથી મળે છે.
મૈત્રકકાળ દરમ્યાન મૈત્રકે મુખ્ય રાજવંશ જણાય છે કે અન્ય રાજકુલેમાં ગારુલકે, સેંધવો, કૂટકે, ચાહમાને (ચૌહાણ), ગુર્જરે, સેક્રકે, મેહરો, ચાલુ, રાષ્ટ્રકૂટો (રાઠોડ) વગેરે રાજકુલો સતારૂઢ થયેલો જણાય છે.
મૈત્રકે
ભાંડારકર મૈત્રકોને પરદેશી જાતિના ગણે છે. મૈત્રકે દૂણે સાથે આવ્યા છે અને મૈત્રકે તે જ મિહિરે છે એમ તેઓ જણાવે છે. મૈત્ર કે મૈત્રક શબ્દ જાતિવિશેષના નામ તરીકે મનુસ્મૃતિમાં આવે છે તેમાં એમને વૈશ્ય ગણ્યા છે, પરંતુ સાતમ-આઠમી સદીના સાહિત્યમાં એમની ગણના યાદલકુલના ક્ષત્રિયામાં કરવામાં આવી છે. આ ઉપરથી એમ લાગે છે કે મૈત્રકે જ્યારે રાજસત્તા પર આવ્યા હશે ત્યારે એમના કુલને પ્રસિદ્ધ યાદવકુલ સાથે સાંકળીને એમની પ્રતિષ્ઠા વધારવામાં આવી હશે. અગિયારમી સદીના વૈજયંતી કેશમાં મૈત્રકોને ધંધે શાક્ય ચૈત્યના પૂજારી તરીકે દર્શાવ્યા છે, આ ઉપરથી રાજસત્તા જતાં જેમ અનેક કુલીન જાતિઓને આજીવિકા અર્થે ગમે તે ધંધે સ્વીકારવો પડ્યો