Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૪૮ ] ઈતિહાસની પૂર્વભૂમિકા
[ અ. છે એમ માનવામાં આવે છે, તે બીજી તરફથી “ગુર્જર' શબ્દ પ્રદેશવાચક છે એમ દર્શાવીને ગુર્જર પરદેશી નહિ, પણ આ દેશના જ છે, એ મત પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ભગવાનલાલ,૮૦ જેકસન,૮૧ ભાંડારકર, વિન્સેન્ટ સ્મિથ, ૮૩ હર્નલ ૮૪ રત્નમણિરાવ૮૫ અને સાંકળિયા જેવા વિદ્વાનેએ પહેલા મતને એટલે કે ગુર્જરો પરદેશી છે એ મતને સમર્થન આપ્યું છે, જ્યારે ઓઝા,૮૭ ચિંતામણરાવ વૈઘ, ૮ આયંગર અને મુનશી૯૦ જેવા વિદ્વાનોએ ગુર્જરોને આ દેશના જ ગણ્યા છે, તથા એમને પ્રાચીન ક્ષત્રિયોના વંશજો તરીકે ઓળખાવવાને પ્રયત્ન કર્યો છે.
વિદેશી ઉત્પત્તિને મત
- ગુર્જરે પરદેશી છે ને ૫ મી-૬ ઠ્ઠી સદી દરમ્યાન આવેલા પરદેશી ધાડાના ભત દૂણ, અજર, અવાર કે જુ-જુઆ (Juan-Juan) સાથે તેઓ પણ ભારતમાં આવ્યા છે. ટૌડ આ ગુર્જરને ગ્રીક સુભટોના વંશજો તરીકે સ્થાપિત કરે છે. હિમાલયના પશ્ચિમ ભાગમાં ને સિંધુથી ગંગા સુધી અને હઝારાના પહાડેથી નર્મદા સુધી “ગુર્જર” નામ ધારણ કરનાર લોકો મળે છે. કાશ્મીરમાં ભરવાડની એક જાતિ પિતાને “ગુર્જર” નામે ઓળખાવે છે. જમનાના ઉપર વાસમાં ને ગંગા-જમુનાની વચ્ચેના પ્રદેશમાં ગુર્જર વસ્તી હતી એવા પુરાવા મળે છે. પંજાબમાં ગુજરાત ગુજરાનવાલા વગેરે નામના સ્થળે, ગ્વાલિયર રાજાના ગુર્જરગઢને ઉલ્લેખ, દક્ષિણ રાજસ્થાનના રાજ્યનું ગુર્જર”નામ, નર્મદાકાંઠા પર ને નાગપુરમાં કે દક્ષિણમાં પણ મળતા ગુર્જર ઉલ્લેખો–આ બધા પરથી પરદેશી ગુર્જર જાતિ પેશાવરથી નર્મદા સુધી ને એનાથી નીચેના ભાગમાં ભ્રમણ કરતી અને ઠેર ઠેર વસવાટ કરતી અહીંના વર્ણની ને જાતિની વ્યવસ્થાવાળા સમાજમાં ભળી ગઈ એમ માનવામાં આવે છે. રાજસ્થાનમાં એમને મોટો વસવાટ જણાય છે. ગુર્જર રાજપૂતો, ગુર્જર બ્રાહ્મણ અને ખેડૂત, કડિયા એવી બધી વર્ણ-જ્ઞાતિઓમાં તેઓ ભળી ગયેલા જણાય છે.
ભાટચારણાની પરંપરા પ્રમાણે અને પૃથુરાજરાસોની વિગતો પ્રમાણે આબુ પર આવેલ વસિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાંથી પવિત્ર થઈને “રાજપૂત-ક્ષત્રિય તરીકે બહાર આવેલા પ્રતિહારે, ચાહમાને, ચાલુક્યો અને પરમાર નામે ઓળખાવા માંડેલા. રાજસત્તા ધરાવતા આ રાજપૂતો પરદેશી ગુર્જર જાતિના છે.