Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨ મું] પ્રાચીન જાતિઓ ઉત્પત્તિ અને આગમન [ ૪૫૧ આવે છે. એ પરથી ચાહમાને મળે બ્રાહ્મણ છે અને અગ્નિકુલના રાજપૂત તરીકે તે પાછળથી ઓળખાતા થયા છે એમ જણાવે છે.
ચાલુક્યો-ચૌલુક્યો - દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં ચાલુક્યોની સત્તા જોવા મળે છે. આ ચાલુક્યો
એ કર્ણાટક- મહારાષ્ટ્રમાંના વાતાપિબદામી)ના ચાલુક્ય રાવંશની એક શાખા (એમની બીજી એક શાખા વેગીમાં જોવા મળે છે) જણાય છે. ગુજરાતના આ ચ લુક્ય અને મહારાષ્ટ્ર-કર્ણાટકના ચાલુક્ય એક જ છે, એટલું જ નહિ, ૧૦ મી સદી અને એ પછીના ગુજરાતના ચૌલુક્ય પણ આ જ કુલના છે. દક્ષિણના ચાલુક્યોનું ચિહન “વરાહ” છે, જ્યારે ગુજરાતના ચૌલુક્યોનું ચિહન “નંદી” છે, એ હકીકતનું અર્થઘટન એ પ્રમાણે કરી શકાય કે ચાલુક્યો શરૂઆતમાં વણવધર્મ પાળતા હશે ને દક્ષિણમાંથી નીકળ્યા બાદ શૈવધર્મી બન્યા હશે.૯૮ લાટ દેશના સેલંકી રાજા કીર્તિરાજના તામ્રશાસનમાં લખેલા “ચાલુક્ય શબ્દ તેમજ એના પુત્ર ત્રિલોચનપાલના તામ્રપત્રમાં લખેલા “ચૌલુક્ય શબ્દ પરથી ચાલુક્ય-ચૌલુક્ય એક જ છે એમ સ્પષ્ટપણે જોઈ શકાય છે૨૯
દક્ષિણના આ ચાલુક્ય પિતાને હારીતીના પુત્રો અને માનવ્ય ગોત્રના ગણે છે,૧૦૦ તેથી તેઓ પિતૃપક્ષે મનુના ગોત્રના અને માતૃપક્ષે હારતી કુલના જણાય છે, અને એ મૂળ બ્રાહ્મણે હેવા જોઈએ.
દક્ષિણના આ કુલની ઉત્પત્તિ અંગેની પૌરાણિક માન્યતા પ્રમાણે ભરદ્વાજ મુનિએ પોતાનું અપમાન કરનાર પદને શાપ આપવા માટે ચલુક(બા)માંથી લીધેલા જળમાંથી સાક્ષાત વિજયની મૂર્તિરૂપ જે પુરુષ ઉત્પન્ન થયે તેમાંથી ચાલુક્ય-ચૌલુક્ય વંશ પ્રવર્યો.૧૦૧ વળી બીજી માન્યતા પ્રમાણે એમની ઉત્પત્તિ બ્રહ્માના ચલુમાંથી ગણવામાં આવી છે. ૧૦૨
દસમી સદીમાં ગુજરાતમાં પાટણ ને લાટમાં ચૌલુક્યકુલ સત્તારૂઢ થયાં છે. તેઓ આગળ જતાં પિતાના વંશની ઉત્પત્તિ બ્રહ્માના ચુલક(બા) માંથી દર્શાવે છે ને વાઘેલા–સોલંકી પણ પિતાની ઉત્પતિ આ જ પ્રમાણે દર્શાવે છે. ૧૦૩ - આબુ પર્વત ઉપર વસિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાંથી ચાર રાજપૂતો ઉત્પન્ન થયા તેઓમાં ચ લુથોને સમાવેશ થાય છે. જેકસન, ભગવાનલાલ, ભાંડારકર