Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨ સુ]
પ્રાચીન જાતિઓ : ઉત્પત્તિ અને ભાગમન
પ્રાચીન સમયાવધિ દરમ્યાન ગુજરાતમાં ઉત્તરપશ્ચિમમાંથી સમુદ્રમાર્ગે ને જમીનમાગે પ્રજાનું આગમન થયુ` છે. સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના માર્ગે વેપારવાણિજ્ય, ચડાઇ કે વસવાટ અને આશ્રયના હેતુઓથી પ્રજાએની આવજા (પાષાણયુગના નિક્રિટાની ગણના કરતાં) છેક પાષાણયુગથી થતી આવી છે. ઈરાનીએ અને અરા આ માર્ગ પ્રવેશ્યા છે. આર્યાની ધણી જૂની વસાહતેા દ્વારકા, સામનાથ પાટણ, કેાડીનાર કે મૂળ દ્વારકા તથા ભરૂચ કાંઠે જોવા મળે છે. એ પરથી કહી શકાય કે કેટલીક આ ટાળીએ પણ આ માર્ગે પ્રવેશી છે. બીજું, પછીથી આવેલા આર્યાં તેમજ અન્ય પ્રજાએ પંજાબ–રાજસ્થાન માગે અરવલ્લીના ઘાટ પરથી આવી છે; એવી જ રીતે બંગાળા અને ઉત્તર પશ્ચિમમાંથી માળવા—દાહેાદને માગે` પ્રવેશી છે, તેમજ ચુંવાળ-વીરમગામના માર્ગે પણ પ્રવેશી છે. આ જમીનમાર્ગો પર ગુજરાતના પ્રવેશદ્વારે પ્રસિદ્ધ દેવીઓનાં સ્થાન છે; અરવલ્લી માર્ગ પર આખુ નજીક અંબા ભવાનીનું, માળવા-દાહેાદ રરતે પાવાગઢ પર કાલિકા માતાનું અને ચુવાળ–વીરમગામના માર્ગો પર બહુચરા માતાનું મશહૂર સ્થાન છે.
૪૩
વળી દક્ષિણ ભારતવર્ષમાંથી પણ ગુજરાતમાં પ્રજાએ પ્રવેશી છે; દક્ષિણમાંથી આવેલા રાષ્ટ્રકૂટ જેવા રાજવ’શાના આક્રમણ અને શાસનકાલ દરમ્યાન બ્રહ્મણા, રાજ્યવહીવટકર્તાઓ તથા એમની સાથે અન્ય સ્થાનિક લેકે અહી પ્રવેશ્યા હાય એ સંભવિત છે. દુષ્કાળ, આક્રમણેા અને રાજવ’શાની ફેરબદલી કે સ્થાનિક રાજાએનાં પ્રાત્સાહનાને પરિણામે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણમાંથી ગુજરાતમાં પ્રજાને પ્રવાહ સતત વહેતા રહ્યો છે તથા વર્ણ અને જ્ઞાતિવાળા સમાજમાં ગેાઠવાતા ગયા છે એમ કહી શકાય.
હવે ગુજરાતના પ્રાચીન ઇતિહાસના મુખ્ય મુખ્ય તબક્કાવાર પ્રાપ્ત થતી માહિતીને આધારે તત્કાલીન ગુજરાતની જાતિઓના ખ્યાલ કરીએ.
મૌર્ય કાલ (લગભગ ઈ.પૂ. ૩૨૨-ઈ.પૂ. ૧૮૫)
આ સમયનાકૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સુરાષ્ટ્રની ક્ષત્રિયશ્રેણી વાર્તા (કૃષ, પશુપાલન, વાણિજય) તથા શસ્ત્ર દ્વારા આજીવિકા મેળવતી એવા ઉલ્લેખ છે.૩૫ અશોકના ગિરનારના ધર્મલેખામાં બ્રાહ્મણ-શ્રમણાને દાન દેવાના તથા ગુલામા ને તેકરા તરફ સન રાખવાના ઉલ્લેખ આવે છે, આ પરથી બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણ તથા ગુલામેાના વર્ગામાં સમાજ વહેંચાયેલા હશે એમ અનુમાન કરી શકાય.