Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૪૦ .
ઇતિહાસની પૂર્વભૂમિકા અશોકને સુરાષ્ટ્રને સમે તુષાફ યવન જાતિને અથવા યવન દેશને પણ ઈરાની જાતિને હતે. માત્ર એ પરથી યવન કે ઈરાની જાતિના લોકોની વસ્તી અહીં ઠીક ઠીક પ્રમાણમાં હશે એવું અનુમાન કરી શકાય નહિ, એમ છતાં મૌર્યકાલ પહેલાં સુરાષ્ટ્ર પ્રદેશ દારયસ ને એના અનુગામીઓની અસર નીચે હશે એ દરમ્યાન ઈરાનીઓની વસ્તી આવી હશે અને તદનુસાર મૌએ અહીં ઈરાની સૂબે મૂકવાનું યોગ્ય માન્યું હોય. એમ દર્શાવવામાં આવ્યું છે કે શક ક્ષત્રપ ને ગુપ્ત વંશના અમલ દરમ્યાન નિમાયેલા સુવિશાખ અને પર્ણદત્ત નામના સૂબા ઈરાની છે. આમ સાત જેટલા વર્ષના સમય દરમ્યાન યવન સૂબાઓએ સુરાષ્ટ્રમાં રાજ્યવહીવટ કર્યો છે એ લયમાં લેતાં આ પ્રદેશમાં ઈરાનીઓની ઠીક ઠીક વસ્તી હોય એમ માની શકાય.
અનુમૌર્ય કાલ (લગભગ ઈ.પૂ ૧૮૫-ઈ.સ. ૧)
આ સમય દરમ્યાન ગુજરાતમાં ભારતીય યવન રાજાઓનું શાસન જેવા મળે છે, તેવી જ રીતે બોધિવા શાની અને ભૃગુકચ્છમાં બલમિત્રભાનુમિત્રની સત્તા જોવા મળે છે. ૩૭ પરંતુ આ બે રાજવંશનાં કુલો વિશે માહિતી મળતી નથી.
ઈ. પૂ. ૧૫૦થી ગુજરાત-સુરાષ્ટ્રમાં શોના હુમલા શરૂ થયેલા જેવા મળે છે અને ઉજનમાં શક-ક્ષત્રપોનો વહીવટ પણ શકેની સત્તા બાદ કુમાણના સમયમાં શરૂ થાય છે.૩૮
અરબ વસાહતો ચેઉલ, કલ્યાણ અને સોપારા બંદરોમાં જોવા મળી છે.૩૯ આ ઉપરથી, હસ્લિામ-ધમ અરબ આક્રમણથે ભારતવર્ષમાં પ્રવેશ્યા તે અગાઉ, વેપારવાણિજ્ય નિમિત્તે અરબની વરતી પશ્ચિમના કાંઠાના પ્રદેશમાં હશે એમ કહી શકાય.
આમ યવન, શક અને અરબ જેવા પરદેશીઓને આ સમયના ગુજરાતમાં પગપેસારે શરૂ થઈ ગયેલું જણાય છે. આથી વિશેષ બીજી કોઈ માહિતી મળતી નથી. ક્ષત્રપકલ (લગભગ ઈ.સ. ૧-ઈ.સ. ૪૦૦ ૩૮
ક્ષત્રપાલના મળેલા સંખ્યાબંધ સિક્કાઓ પરથી તેમજ કેટલાક શિલાલેખ પરથી એ કાલની જાતિઓ વિશે ઠીક ઠીક માહિતી મળે છે.