Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ગામ કલિક ઉલ્લેખ
[ ૩૬૭ અણહિલપાટકઃ “અણહિલ્લ પાટકરને સૌથી પહેલે આમિલેખિક ઉલ્લેખ મળ્યો હોય તો એ ત્યાં સોલંકીવંશની સત્તાને આરંભ કરાનાર મૂળરાજના ઈ.સ. ૯૮૭ના દાનશાસનમાં છે ૪૪૨ આ નગરની સ્થાપના વનરાજે કરી હતી એવું અનેક અનુકાલીન ઉલ્લેખો પરથી જાણવા મળે છે, પોતાના અભિષેક માટે રાજધાની વસાવવાની ઈચ્છાએ વીરભૂમિને તપાસતા વનરાજને પીપલુલાતડાગની પાળ ઉપર સુખે બેઠેલા ભરવાડ સાખડ-સુત અણહિલે પૂછયું : “શું જોઈ રહ્યા છો ?” પ્રધાનેએ “નગર વસાવવા યોગ્ય વીરભૂમિ જોઈએ છીએ” એવો જવાબ આપતાં “એ નગરને જે મારું નામ આપે તો એવી જમીન બતાવું” એવું એ ભરવાડે કહી જ્યાં સસલે કૂતરાને હંફાવી રહ્યો હતો તેવી જમીન બતાવી. એ જમીન ઉપર વનરાજે “અણહિલ્લપુર નામનું નગર વસાવ્યું. વિ.સં. ૮૦૨ માં ત્યાં ધવલગ્રહ બનાવરાવી પોતાને રાજ્યાભિષેક સાથે. પંચાસરથી ગુરુશીલગુણસૂરિને તેડાવ્યા અને ધવલગૃહમાં પિતાના સિંહાસન ઉપર બેસાડી રાજ્ય ગુરુને અર્પણ કરી દીધું. ગુરુએ એ પાછું આપ્યું અને વનરાજે “પંચાસરા નામના શ્રી પાર્શ્વનાથનું દેરાસર ત્યાં બંધાવડાવ્યું.”૪૪૩ વિવિધતીર્થકલ્પમાં જણાવ્યા પ્રમાણે વિ. સં. ૮૦૨ માં ચાઉક્કડ (સં. ચાપોત્કટ) વંશના વનરાજે અણહિલ્લ ગોવાળે પરિક્ષિત કરેલા પ્રદેશમાં–લખારામ” નામના સ્થળ ઉપર
પટ્ટણ” વસાવ્યું, અને ત્યાં વનરાજગરાજ-ક્ષેમરાજ-ભૂઅડ-વૈરસિંહ–રત્નાદિત્ય અને સામંતસિંહ એટલા રાજાઓએ રાજ્ય કર્યા પછી ચૌલુક્યવંશ સમારૂઢ થયે.૪૪૪ ચાવડાઓના કેઈપણ પ્રકારના સમકાલીન ઉલ્લેખ પ્રાપ્ત થયા નથી, મળે છે તે ૧૨ મી સદીથી શરૂ થાય છે.૪૪૫ પાટણની વનરાજની મૂર્તિ અને ઉમામહેશ્વરી મૂર્તિ પરના અભિલેખોમાં સં. ૮૦૨ સૂચિત છે, પણ લિપિ એટલા સમયની જૂની નથી.૪૪૬
મૈત્રકોના અભિલેખોમાં જેમ “વલભીપુરને ઉલ્લેખ અનેક દાનશાસનમાં થયેલ છે તે પ્રમાણે “અણહિલપાટક “અણહિલપુર” “પત્તન” “શ્રીપત્તને એ રીતે સોલંકી-વાઘેલા કાલના અભિલેખમાં, ગ્રંથમાં–પ્રબંધમાં સંખ્યાબંધ
સ્થળેએ થયેલ છે. આ કાલને પ્રાપ્ત છેલ્લે ઉલ્લેખ માંગરોળ-સોરઠની જુમા મસ્જિદના સ્તંભનો ઈ. સ. ૧૩૦૦ લગભગને જ કહી શકાય, જેમાં અણહિલપત્તનાધિષિત [અભિનવી શ્રી કર્ણદેવનું કલ્યાણવિજયરાજ્ય હેવાનું પ્રાપ્ત થાય છે.૪૪૭
ધ્યાનમાં લેવા જેવું તો એ છે કે આજે પાટણ જે ભૂભાગ ઉપર પથરાયેલું પડયું છે તેના કેટની પશ્ચિમ દિશાએ ૩૦૦-૪૦૦ મીટરના અંતરે અણહિલપુરના