Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ સુ]
પ્રાચીન ભોગાલિક ઉલ્લેખા
[ ૩૯૯
માહિરિકા અને કર્ણાવલ : ચાલુકયવંશના શ્યાશ્રય શીલાદિત્યના ઈ. સ. ૬૭૧ ના દાનશાસનમાં ‘બાહિરિકા વિષય ’માં આવેલા ‘ કર્ણાવલ આહાર ’માંનું એક ગામ દાનમાં આપ્યાનું મળે છે,૭૧૨ આમાંના બાહિરિકા વિષય’ના વડા મથા બાહિરિકા'ને મહિભાઈ દ્વિવેદી ‘વહર-વસર' કહે છે,૭૧૩ જે હકીકતે સુરત જિલ્લાના માંગરેાળ તાલુકાનું ‘વહાર' છે, હરિપ્રસાદ શાસ્ત્રી બારડોલીથી દક્ષિણ— પૂર્વે ૨૪ કિ. મી. (૧૫ માઈલ) ઉપરનું ‘બહેરા' પણ સૂચવે છે.૭૧૪ મિરાશી શ્માને ‘અંતમ‘ડલી’ની જેમ બહારના પ્રદેશ માટેની સંજ્ઞામાત્ર કહે છે,૭૧૫ પરંતુ એ ખેસતું નહિ આવે; એમ કરવા માટે હિ`ડલા' જેવી ક્રાઈ સંજ્ઞા અપેક્ષિત લાગે.
‘કર્ણાવલ' એ સુરત જિલ્લાના પલસાણા તાલુકાનુ ખગુમરાની દક્ષિણે આઠ કિ. મી.(પાંચ માઈલ) ઉપરનું ‘કણાવ' સમજાય છે.૭૧૧ મિરાજ્ઞી બારડેલીથી દક્ષિણમાં દસેક કિ. મી. (છ માઈલ) ઉપરનું ‘કણ્ઠી' સૂચવે છે,૭ ૧૭ પણ એ નામ સુરત જિલ્લાના તાલુકાનાં ગામાની યાદીમાં જોવા મળતું નથી.
તથ-ઉમરા (! મગ-ઉ*ખરા) : ગુર્જરનૃપતિવ`શના દ૬ ૨ જા(પ્રશાંતરાગ)ના બનાવટી માલૂમ પડી આવેલા શક સ’. ૪૧૫ (ઈ. સ. ૪૯૩ ?)ના દાનશાસનમાં ‘આહાર' અને ‘ગ્રામ' બેઉ રીતે આના ઉલ્લેખ થયા છે,૭૧૮ પરંતુ વાંચવામાં ગરબડ થઈ સભવે છેઃ એ ‘ખગ−ઉખરા' શકય છે. આ દાનનાં પતરાં ‘ભગુમરા’માંથી જ મળ્યાં છે, જે કામરેથીજ દક્ષિણે પંદરેક કિ. મી. (નવ માઈલ) ઉપર સુરત જિલ્લાના પલાસણા તાલુકામાં આવેલુ છે.
ત્રેયણ–તેન્દ્ર : ‘આહાર' તરીકે આના ઉલ્લેખ ભીલ શાસક નિકુલઅલ્લશક્તિના ઈ. સ. ૬૫૫ ના દાનશાસનમાં થયા છે, તેા રાષ્ટ્રકૂટ ઈંદ્રરાજ ૩ જાના ઈ. સ. ૮૧૫ ના દાનશાસનમાં ‘કણિજસમીપે' ‘તેશ’ ગામ અપાયું કહ્યુ` છે.૭૧૯ પેલા આહારનું વડું મથક ‘ત્રેયણુ' અને આ ‘તેન્ન’ એક છે. આ હાલનું સુરત જિલ્લાના બારડાલી તાલુકાનું, ખારડેાલીની પશ્ચિમે દોઢેક કિ. મી. (એક માઈલ) ઉપરનુ, ‘તેન’ સમજાય છે.
કાપૂર-કાપુર : ત્રૈકૂટકવ ́શના દઢસેનનાં પારડીમાંથી મળેલાં ઈ. સ. ૪૫૬ નાં પતરાંમાં અંકિત થયેલા દાનશાસનમાં ‘કાપુર’ના નિવાસી બ્રાહ્મણને દાન આપ્યાનું લખ્યું છે; લીટના જણાવ્યા પ્રમાણે વ્યારાથી દક્ષિણ-પશ્ચિમ-દક્ષિણે આવેલુ આજનું ‘કાપુર’ આ છે,૭૨૦ મણિભાઈ દ્વિવેદીએ આજનું એ માટેનું પ્રચલિત