Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[.
ઇતિહાસની પૂર્વભૂમિકા આગમન સતત ચાલુ જ રહેતાં હોય છે ને એની સાથે જાતિઓ અને પ્રજાના સંમિશ્રણની પ્રક્રિયા પણ સતત ચાલુ જ રહેતી હોય છે. આમ પ્રચલિત રૂઢિચુરત માન્યતાને એટલે કે ઊંચા વણે-બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણોએ જાતિની શુદ્ધિ જાળવી રાખી છે તથા નીચલા વર્ષો અને વર્ગોમાં જ પરદેશી જાતિઓ અને આદિવાસી જાતિમાં પ્રવેશી છે એ મતને કેઈ સમર્થન મળતું નથી. કે. રા. ભાંડારકર મહાભારત અને ધર્મશાસ્ત્રોમાંથી ઉલ્લેખો ટાંકીને દર્શાવે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ-ચાર વર્ષોમાં આગંતુક જાતિઓ ભળી છે.૨૪ આમ પુરાવાઓને આધારે તો એમ પણ કહી શકાય કે અસલી કે આગતુક જાતિઓ સ્થાનિક સમાજના બધા જ વર્ષે અને જાતિ-જ્ઞાતિઓમાં રવીકાર પામી છે.
સૌ પ્રથમ દ્રવિડોને ખ્યાલ કરીએ તો દ્રવિડોમાં મેલા કે હલકા ધંધા, ખેતી અને મજૂરી કરનારી વસ્તી થઇ કે દસ વર્ણમાં પ્રવેશ પામી હોય એમ લાગે છે, જ્યારે કારીગરી અને વેપારવાણિજ્ય સાથે સંકળાયેલી વરતી વૈશ્ય વર્ણમાં પ્રવેશી હશે. એવી જ રીતે પહિતપણામાં કે ધર્મકાર્યમાં પડેલ વર્ગ બ્રાહ્મણવર્ણમાં અને યુદ્ધક્રિયામાં જાણકાર કે રાજકાજમાં પટુતા ધરાવનાર વર્ગમાંના લેક તે દિવસે ક્ષત્રિયવર્ણમાં ભળ્યા હશે એમ અનુમાન કરી શકાય.
વળી અનુલેમ અને પ્રતિમ લગ્ન દ્વારા જાતિસંમિશ્રણ પણ થયેલું જણાય છે. મહાભારત અને ધર્મશાસ્ત્રોમાં મિશ્ર જાતિનાં ચેકબંધ નામ જેવા મળે છે ૨૭ આ સંમિશ્રણ એવું વ્યાપક પ્રમાણમાં થયું હશે કે મૂળ અતિ પ્રાચીન કાલમાં વર્ણ સાથે રંગને ભાવ હતો તે નાબૂદ થઈને અમુક વ્યવસાય કે ઉદ્યોગ કે શ્રેણીને કુલપરંપરાગત વાર એ જાતિ-જ્ઞાતિ–નું મુખ્ય લક્ષણ બને છે. આ શરૂઆતની જાતિ-જ્ઞાતિઓ વચ્ચે લગ્નસંબંધ ને ખાનપાનમાં બાધ નહિ હોય તેમજ વ્યવસાયની ફેરબદલી કરવાની પણ સ્વતંત્રતા હશે એમ જણાય છે.
ઈરવી સનની પહેલી સદીની આસપાસ આવેલા યવને, પહલે, શકે તે કુષાણોને તેમજ પાંચમી-છઠ્ઠી સદી દરમ્યાન આવેલા શ્વેત દૂણે, મિહિરો કે ગુર્જરને વત્તાઓછા પ્રમાણમાં બધા જ વર્ણો અને જાતિઓમાં સ્વીકાર થયેલ જણાય છે. ક્ષત્રિયો તરીકે સ્વીકાર
યવન, શક ઈત્યાદિ વિજેતા ટળીના રાજાઓ રાજત્વ પ્રાપ્ત કરે છે ને ક્ષત્રિય” તરીકે સ્વીકાર પામે છે. એમના સ્વીકારમાં રાજામાં ઈશ્વરી અંશ છે–ઈશ્વર