Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Ar ]
ઇતિહાસની પૂર્વભૂમિકા
[×.
નિષાદ પ્રજા પણ જૂની છે. વાજસનેયી યજુઃસ ંહિતાના ભાષ્યકાર મહીધર એને ‘જિલ્લ' કહે છે. કાત્યાયન–શ્રૌતત્રમાં નિષાદ સ્થપતિના ઉલ્લેખ છે તે મહાભારતમાંથી નિષાદેનુ સરસ્વતી-પ્રદેશમાં રાષ્ટ્ર હતું એમ જાણવા મળે છે. નિષાદને અશ હાલ સાબરકાંઠામાં વસતા ભીલ લેાકેામાં હશે એમ અનુમાન કરી શકાય.
નિષધ નામે આયે તર પ્રજા પણ ગુજરાતમાં હતી એમ જોવા મળે છે. બ્રહ્માંડ, વાયુ તે વામન પુરાણ પ્રમાણે વિધ્યપ્રદેશની હારમાળાના પ્રદેશમાં નિબંધ રહેતા. મહાભારત જણાવે છે કે નિષેની રાજધાની ગિરિષ્ઠ ( આજનુ વાગડ પ્રદેશનું ડુંગરપુર) હતી, તેા વાગડના પાલવાસી ભીલે ને કટારાના ભીલા નિબંધ હાય. અહીં નિષધ ' શબ્દ ભ્રમર્થ પ્રાયઃ નિષાદ ' શબ્દને બદલે પ્રયેાજાયા લાગે છે.૧૬
"
.
શખર જાતિને મહાભારત ‘દક્ષિણાપથવાસી’ તરીકે ઓળખાવે છે ને તેાલેામીએ જણાવેલી સુરિઅસ જાતિ તે જ શખરે એમ કે. કા. શાસ્ત્રી સૂચવે છે. ૧૭ આ જાતિ ગુજરાતની સરહદ પર ૨૦૦૦ વર્ષ પૂર્વે હતી; એ સાબરકાંઠાની સરહદની વન્ય જાતિએમાં ભળી ગઈ હાય.
એક સમયે ભીલા પશ્ચિમ ભારતના મેટા ભાગમાં ફેલાયેલા હશે. ગુજરાતના જૂનામાં જૂના પર પરાગત રાજા એ ભીલ-કેાળી છે. આસાવલ-આશાપલ્લી (અમદાવાદનું પ્રાચીન સ્વરૂપ)ના સ્થાપક આશા ભીલ કહેવાય છે. વળી અણહિલ્લ ભરવાડે વનરાજ ચાવડાને રાજ્ય મેળવવામાં મદદ કરી હતી તે એના નામ પરથી વનરાજે અણહિલપાટકની સ્થાપના કરી તે રાજવી હાવા જોઈએ.૧૮
અણહિલ્લ પણ ભીક્ષ
રાષ્ટ્રિકા પણ એક સમયે ‘સુ' પ્રજાની જેમ સૌરાષ્ટ્રમાં હશે અને પાછળથી ત્યાંથી ખસીને અપરાંતમાં રાષ્ટ્રકૂટના રૂપમાં રાજત્વ પામ્યા હશે એમ અનુમાન કરવામાં આવે છે, તે પણ આદિમ જાતિ જણાય છે અને મૂળે આહીર જાતિના હોય એમ ક્રે. કા. શાસ્ત્રી માને છે. ૧૯
મૂળમાં આયેતર હાય તે પાછળથી આટૅમાં સંપૂર્ણ પણે ભળી ગઈ હાય તેવી જાતિઓ, જેવી કે હૈહયા, શબરા, કારૂષા, ખરા, આભીરા વગેરેના ઉલ્લેખ પણુ પુરાણામાં જોવા મળે છે.૨૦ આમ પૌરાણિક સાહિત્યમાંથી પણ ગુજરાતમાં વસતી અનેક આદિમ જાતિઓના તેમજ આવશેાના ઉલ્લેખ મળે છે.