Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૧૨
પ્રાચીન જાતિઓ : ઉત્પત્તિ અને આગમન
ગુજરાતની પ્રાચીન જાતિઓના અભ્યાસની શરૂઆત ગુજરાતમાં માનવહરતી વિશેના મળતા જૂનામાં જૂના ઇતિહાસના સમયથી કરવી ઘટે. પ્રાગૂ ઐતિહાસિક કાલ એટલે કે પાષાણયુગે, આ ઐતિહાસિક કાલ એટલે કે તામ્રકાંસ્યયુગ, અને પ્રાચીન ઐતિહાસિક કાલ એટલે કે લગભગ ઈ. પૂ. ૩૨૨ થી ઈ. સ. ૧૩૦૪ સુધીને કાલ-આટલા લાંબા સમયાવધિ દરમ્યાન ગુજરાતમાં આવીને વસેલી તેમજ ગુજરાતના મૂળ વતનીઓ (જેમના અહીંના આગમન વિશે હજી સુધી આપણી પાસે કંઈ જ પુરાવા નથી તે લેકે) જેવી જણાતી જાતિઓને ખ્યાલ કરવો જોઈએ.
જાતિ શબ્દને ઉપયોગ સામાજિક શાસ્ત્રોમાં વિવિધ રીતે કરવામાં આવેલે જણાય છે. એક તે, જાતિ દ્વારા races કે નૃવંશોનું સૂચન થાય છે; બીજું, ‘જાતિ’ શબ્દ દ્વારા અસલની આદિવાસી ટેળીઓને ઉલ્લેખ થાય છે; ત્રીજી તરફથી, ખાસ કરીને ભારતમાં, જાતિના ખ્યાલમાં વિવિધ જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ પણ સમાવેશ પામે છે. આથી ગુજરાતની પ્રાચીન જાતિઓની વિચારણામાં ગુજરાતમાં વસેલા નૃવંશોને ગુજરાતમાં સ્થાયી થયેલી આદિવાસી ટોળીઓને, તેમજ આ અનેક નૃવંશે ને ટોળીઓવાળી વરતીને એક વ્યાપક સમાજમાં– વર્ણ ને જ્ઞાતિવ્યવસ્થાવાળા સમાજમાં–ગૂંથી લેતી જ્ઞાતિઓ અને પેટા-જ્ઞાતિઓને ખ્યાલ કરવો જોઈએ.
પ્રાગઐતિહાસિક કાલની જાતિઓ વિશેની માહિતી પુરાવશેષીય-ભૌતિક તેમજ હાડપિંજરના રૂપમાં મળતાં સાધનો પરથી પ્રાપ્ત થયેલી છે. પાષાણયુગોના દીર્ઘ સમય દરમ્યાન તો ફક્ત આ જ પુરાવાઓને આધારે અંદાજ બાંધવાને રહે છે. આઘ-ઐતિહાસિક કાલ માટે મુખ્યત્વે પુરાવશેષીય સાધને