Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ મું] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખે
[ ૪૦૧ તલભદ્રિકા : સોલંકી રાજા કર્ણદેવના સમયનાં નવસારીમાંથી મળેલાં પતરાંના ઈ. સ. ૧૦૭૪ ના ઉપર્યુક્ત દાનશાસનમાં ‘તલભદ્રિકા-પત્રિશસ્પંથકનું ગામ દાનમાં અપાયાનું લખ્યું છે.૭૨૮ આ છત્રીસ ગામોના વહીવટી એકમનું વડું મથક “તલભદ્રિકા” એમાં અપાયેલા ગામની ચતુઃસીમામાં “આવલસાઢિ (આજનું અમલસાડ) આવતું હોઈ એની નજીકના પ્રદેશમાં હોવું જોઈએ. સંભવ છે કે એ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું ‘તલવાડા” હોઈ શકે, જે સં. તપટ ઉપથી આવી શકે; અમલસાડ ગણદેવી તાલુકામાં છે.
સંજાણુ- સંજાન : રાષ્ટ્રકૂટવંશના અમોઘવર્ષ ૧ લાનાં સંજાણમાંથી મળેલાં પતરાંના ઈ. સ. ૮૭૧ ના દાનશાસનને “સંજજાન પત્તન” તરીકે અને વહીવટી વિભાગ હોય તેવો ત્યાં જ પૂર્વે સંજાણ નજીકની ચોવીસી વિશેને ઉલ્લેખ ધ્યાન ખેંચે છે.૭૨૯ હરિપ્રસાદ શાસ્ત્રીએ ધ્યાન દોર્યું છે કે૭૩૦ રાષ્ટ્રકૂટ રાજા ઇંદ્રરાજ ૩ જાના ઈ સ. ૯૨૬ ને દાનશાસનમાં “સંયાનમંડલ ઉપર મધુમતિ ઉર્ફે સગતિપ (મહમ્મદ ઉર્ફે સુબક્ત) નામના માંડલિકનો અમલ હતો, જે વખતે સંજાણુમાં “હંજમનથી નિર્દેશાયેલા પારસીઓની વસાહત થઈ ચૂકી હતી એ જે. જે. મેદીને મત સચવાય છે. કૃષ્ણરાજ ૩ જા(ઈ. સ. ૯૩૯-૯૬૭)ના સમયમાં ભિલ્લમાલના અમાત્યોએ મધુસૂદન(વિષ્ણુ)ની પ્રતિષ્ઠા કર્યાનું જાણવામાં આવ્યું છે. ઈ. સ. ૧૦૨૬-૩૪ ના અરસામાં “સંયાન ઉપર કોંકણના શિલાહાર વંશના છિત્તરાજનું શાસન હતું, જેમાં ઈ. સ. ૧૯૩૪ ના દાનશાસન પ્રમાણે “સંયાનપત્તનને વહીવટ મહામંડલેશ્વર ચામુંઠરાજને સોંપવામાં આવ્યો હત; એને પિતા વિજજ રાણક એની પૂર્વે “સંયાનપત્તનમંડલીને શાસક હતો. જેને ઈ. સ. ૧૦૫૩ ના દાનશાસનમાં “સંયાનમંડલને શાસક કહ્યો છે તે મોઢકુલના મહામંડલેશ્વર વિજજલદેવના ઈ. સ. ૧૦૪૮ ના દાનશાસનમાં જણાવેલું ‘વિજયપુર” એની રાજધાની લાગે છે; એના સંપાદક દિનેશચંદ્ર સરકાર આ “વિજયપુર “સંચાનનું પરું હોવાનું ધારે છે. આ દાનશાસનનું “સંયાન” એ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલું આજનું સંજણ છે; આજે પણ ત્યાં પારસીઓની સારી વરતી છે અને એ આવ્યા ત્યારની રથાપેલી અગિયારી છે.
ઉપસંહાર
લિપિસ્થ મુદ્રિત સાહિત્ય-ગ્રંથ, તામ્રપત્રો, શિલાલેખો વગેરેની મદદથી ઈ. સ. ૧૩૦૦ આસપાસ સુધીનાં એવાં સાધનોમાં જોવા મળેલાં, ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના બનેલા ગુજરાત રાજ્યનાં, દેશ-પર્વતે-વ-નદી-તીર્થો-નાનાં મોટાં નગરોને