Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ મું] પ્રાચીન ભૌગોલિક ઉલેખે
૨૦૦ કાપિકા-કાવિકાઃ દક્ષિણ ગુજરાતમાં આવેલા આ નગરને રાષ્ટ્ર, વંશના પ્રભૂતવર્ષ ગોવિંદરાજના કાવીના દાનશાસન(ઈ. સ. ૮૦)માં “કાપિકાંતવત કોટિપરના નિર્દેશે ઉલેખ થયેલું છે. ૧૯૪ વળી ગોવિંદ ૪ થાના ખંભાતના દાનશાસન(ઈ. સ. ૯૩૦)માં પણ થયા છે, જેમાં “કાવિકા માંથી માન્યખેટમાં - જઈ વસેલા બ્રાહ્મણને કાવિકાની નજીકનું ગામ દાનમાં આપવામાં આવ્યું છે. ૧૯૫ આ નગર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું કાવી છે.
અક્રૂરેશ્વર-અંકલેશ્વરઃ ગુર્જરનૃપતિવંશના રાજાઓના સમયમાં અપૂરેશ્વર -અંકલેશ્વર વિય તરીકે જાણવામાં આવેલું છે. દર્દૂ ર જનાં ઈ. સ. ૬ર૮ અને ૬૩૪ નાં દાનશાસનેમાં “અક્રૂરેશ્વર વિષય”, ૧૯ તો એના ઈ. સ. ૪૯પ-૯૬ ના કહેલા પણ અનુમૈત્રકકાલમાં ઉપજાવેલા દાનશાસનમાં ‘અકુલેશ્વર વિષય” લખવામાં આવેલ છે. ૧૯૭ કૃણ રજના ઈ. સ. ૮૮૮ ના દાનશાસનમાં એ રાજાને “અંકૂલેશ્વરાવસ્થિત' કહ્યો છે૨૯૮ એટલે ત્યાં એ વિષયના વડા મથકની વાત છે. આ હાલનું, નર્મદાના દક્ષિણ તટ ઉપર આવેલું, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું વડું મથક છે, જે આજે એના ખનિજ તેલના કૂવાઓ માટે ખ્યાત થયેલું છે.
કાશકુલ-કાશાકુલ : આ નગર જેનું વડું મથક હોય તેવા કોશાકુલ વિષયને ઉલ્લેખ ચાલુક્ય વિજયરાજના ખેડામાંથી મળેલાં બનાવટી માલૂમ પડેલાં તામ્રપત્રોના દાનશાસન(ઈ. સ. ૬૪ર)માં થયેલા છે. ૬૯૯ રાષ્ટ્રકૂટવંશના કક ૨ જાએ આ “કાશકુલ વિષયનું “રથાવરપાલિકા” ગામ એના ઈ. સ. ૭૫૭નાં. છારોલમાંથી ૧ળેલાં, તામ્રપત્રોના દાનશાસનમાં દાનમાં આપ્યાનું લખ્યું છે.૭૦૦ આ વિષયનું વડું સ્થક કાશ કુલ” એ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું, ઓલપાડથી દક્ષિણ-પશ્ચિમે એક કિ. મી. (ચાર માઈલ) ઉપર આવેલું, કાસલા” લાગે છે.૭૦૧ મણિભાઈ દ્વિવેદી તાપીના તટ ઉપરનું “કઠેર” અથવા “કુડસદ) કહેવા માગે છે,૭૦૨ પરંતુ વ્યુત્પત્તિની દષ્ટિએ કાસલા” બંધ બેસે છે.
કમણીય-કારણેય-કર્માતપુરઃ પેરિપ્લસ'ના લેખકે એની આ ભૂગોળમાં અખાતની જમણી બાજુ બહેન” નામને ખરાબ કમેની ગામની સામે કહ્યું છે તે ખંભાતના અખાતના પૂર્વ કાંઠાનું કામરેજ છે, જેના સામેના કાંઠા
ઉપર “અષ્ટક પ્ર” (હાથબ) કહ્યું છે.૭૦૩ ગુર્જરપતિવંશના દર્દ રજાના ઈ. સ - ૪૭૮ ના બનાવટી માલૂમ પડી આવેલા દાનશાસનમાં કમ્મણીયશોડ(શ)શત (કમણીય૧૧૬ ગામે સમૂહ) ભક્તિ'માંનું ગામ દાનમાં આપવામાં આવ્યાનું