Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૮૪]
ઇતિહાસની પૂર્વભૂમિકા
મહાદેવની જટારૂપી વન સુખરૂપ થવાનું મંગલાચરણ કરે છે.૫૮૪ મહાદેવના ધંધ” નામને સંબંધ ધંધુક્ક-ધુંધુક્કક-ધુંધુકા” સાથે સંભવિત હોય તો એનાથી ધરણીવરાહના સમયમાં ધંધુકાના અસ્તિત્વને પકડી શકાય. એવી અનુકૃતિ છે કે કોઈ ધંધ નામના કોળીએ “ધંધુકા વસાવ્યું છે; સંભવ છે કે એ કોળીએ અથવા એ નામની કોઈ વિશિષ્ટ વ્યક્તિએ ત્યાં ધંધેશ્વર મહાદેવનું મંદિર બનાવડાવ્યું હોય.
આ ધંધુકા આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાનું મુખ્ય મથક છે, જે ભાલ-પ્રદેશને દક્ષિણ-પશ્ચિમ છેડે સુકભાદરને દક્ષિણ કાંઠે આવેલું સમૃદ્ધ નાનું નગર છે, જ્યાં હજી પણ મોઢ–મુખ્યત્વે વૈષ્ણવ ધર્મના–વણિકે ઉપરાંત વાલ્મમ બ્રાહ્મણ અને ઘાંચી વહોરાની વસ્તી છે.
ખેટક : સં. ક્ષેત્ર ઉપરથી પ્રા. શેટ્ટ થયા પછી જેના સંસ્કૃતીકરણની શક્યતા છે તે પેટ સંજ્ઞાને પદ્મપુરાણમાં એક દિવ્ય નગર તરીકે નિર્દેશ થયેલ છે.૫૮૫ આ પહેલાં પાણિનિના ગણપાઠમાં “ખેટક’ શબ્દ સચવાયેલે મળે જ છે.૫૮૬ બેશક, એ ક્યાંના “ખેટક માટે છે એ સ્પષ્ટ નથી; સંસ્કૃત શબ્દ તરીકે અપાયે છે એટલી અહીં એની વિશિષ્ટતા કહી શકાય. કોશકારે એને એક અર્થ નાનું ગામ નોંધ્યો છે;૫૮૭ ખેડાં' એ અર્થમાં જૂની ગુજરાતીમાં એ જાણીતા પણ છે. પ્રાકૃત કેશકારે પ્રા. વેર (સં. વેટ) ધૂળના કેટવાળું નગર” અને “નદી અને પર્વતેથી વીંટાયેલું નગર' એવા બે અર્થ નોંધ્યા છે.પ૮૮ ગુજરાતમાં નગરવિશેષ “ખેડા” અને “બ્રહ્મખેડ” કે “ખેડબ્રહ્મા” અથવા “બ્રહ્માની ખેડ એવાં બે સ્થાને સાથે આ શબ્દનો સંબંધ છે. યુઅન સ્વાંગે એની પ્રવાસનધમાં એક કોઈ Ki–cha કે Ki-ta નેવું છે,પ૮૯ જે કેટલાકને મતે “ખેડા' અને બીજા કેટલાકને મતે “કચ્છ' કહેવાયું છે. પરંતુ પદ્મપુરાણમાંનું પેટ તે આજનું વાત્રક નદીના પૂર્વ કાંઠા ઉપર આવેલું ખેડા” નિશ્ચિત થાય છે. સાંબરકાંઠાનું
ખેડબ્રહ્મા” બ્રહ્માના મંદિરને કારણે આ “ખેડાથી જુદું પડે છે. “ખેટકના વિષયમાં વલભીના મિત્રોના સમયમાં “આહાર” “આહાર-વિષય” અને નગર તરીકે ઉલ્લેખ થયો હોય તેવાં સંખ્યાબંધ દાનશાસન જાણવામાં આવ્યાં છે.પ૯૦ છાવણીના નગર તરીકે ૫૯૧ બ્રાહ્મણોના નિવાસસ્થાન તરીકે પ૯૨ અને દક્ષિણના ચાલુક્યોની એક શાખા લાટમાં સ્થિર થઈ તેની રાજધાની તરીકે પ૯૩ પણ એ ઉલ્લેખાયેલું છે. પરમાર સાયક(માલવેશ)નાં હરસોલનાં પતરાંના ઈ. સ. ૯૪૯ ના દાનશાસનમાં તે સમગ્ર “ખેટકર્મક્ષ એના કબજામાં આવી ગયું સમજાય છે. ૫૮૪