Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ મું] પ્રાચીન ભૌગોલિક ઉલેખે
[૩૮૩ આ બાહુલેડનગર” તે આજનું અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું ભોળાદ હોવાનું સામાન્ય રીતે મનાય છે. આનાથી ચાર-પાંચ કિ.મી. ઉપર, મેટી બોરુ ગામથી દેઢેક કિ.મી. ઉપર ભેટડિયા ભાણ નામની જૂની સૂર્ય મંદિરના ખંડિયેરવાળી જગ્યા છે, જેની પાસે દાણ માતાની જગ્યા છે, ત્યાંથી અડીને સૌરાષ્ટ્રમાં જવાનો માર્ગ છે. અહીં જૂના સમયમાં દાણ લેવામાં આવતું એવી અનુભૂતિ છે. પ્રબંધચિંતામણિએ કહેલું ‘બાહુલેડ” એ આ ભોળાદ નહિ, પરંતુ શુકલતીર્થ પાસે આવેલું હતું, કારણ કે કર દક્ષિણના જાત્રાળુઓ પાસેથી લેવાતો, એ બાબત તરફ રામલાલ ચુ. મોદીએ ધ્યાન દોરવાનું નોંધી દુર્ગાશંકર શાસ્ત્રી પિતાને સ્પષ્ટ અભિપ્રાય આપે છે કે ઉત્તર તરફથી આવનારા જાત્રાળુઓના માર્ગમાં શુકલતીર્થ નજીકનું ભોળાદ આવે નહિ,૫૭૭ રસિકલાલ છો. પરીખે મુનિશ્રી જિનવિજયજીના બતાવ્યાથી ગિરનારની તળેટીમાં આવેલું બાહુલોડ હેવાનું કહ્યું છે;૫૮ ધવલતુંગ કેટની દીવાલવાળી “વવણથલી (વામનસ્થલી”) પણ નજીકમાં દેખાતી સૂચવાઈ છે. આમ સોમનાથ જનારને માટે એ નાકું બની રહે, પરંતુ પૂર્વ બાજુથી દેલવાડા' તરફથી આવનારને આ સ્થાન માર્ગમાં ન આવે. તેથી દુર્ગાશંકર શાસ્ત્રીના અભિપ્રાયુ ધોળકા તાલુકાનું વધુ બંધ બેસે છે; કેમિસરિયેત અને રત્નમણિરાવ એમના મતને કે આપે છે.પ૭૯
ધુંધુક-ધુંધુકા-ધંધુક-ધંધૂક : આભિલેખિક સાધનોમાં આ નગર જાણવામાં આવ્યું નથી, પરંતુ જૈન પ્રબંધોમાં એ જોવા મળે છે, જ્યાં આચાર્ય હેમચંદ્રના જન્મસ્થાન તરીકે એને કહેવામાં આવ્યું છે. પ્રભાવચરિત ધંધૂકે નગરનામ આપી દેવચંદ્રસૂરિ ત્યાં આવ્યાનું અને બાલ ચંગદેવ એમને અનુસરીને ગયાનું સૂચન કરે છે.૫૮૦ પ્રબંધચિંતામણિમાં એ પ્રસંગ વિશે કહી પછી કુમારપાલ સંધપતિ બની યાત્રાએ નીકળ્યો ત્યારે આવ્યો એમ કહ્યું છે, જ્યાં ધુંધુકા” અને પછી ધુંધુકે એમ નામ નોંધ્યું છે.પ૮ પુરાતનપ્રબંધસંગ્રહમાં ધંધુક નગરનામ નેંધી આ. હેમચંદ્રના પ્રસંગને સંક્ષેપ આપવામાં આવ્યો છે,૫૮૨ તે પ્રબંધકાશમાં દેવચંદ્રસરિ ધંધુક્કપુર આવ્યા અને બાલક ચંગદેવની એમને સંપ્રાપ્તિ થઈ એ પ્રસંગ ટૂંકમાં આપ્યો છે.૫૮૩
સીધે સંબંધ સ્પષ્ટ નથી, છતાં એક વાત નેધવા જેવી છે કે વઢવાણના ચાપવંશીય ધરણીવરાહના ઈ. સ. ૯૧૪ ના દાનશાસનમાં પોતાના પિતામહ “અકીના નામ ઉપરથી આજના હડાળા-ભાલની આસપાસના પ્રદેશ “અરૂણક તરીકે ખ્યાત થયેલે કહ્યો છે; આ દાનશાસનના આરંભમાં એ ધધેશ્વર