Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ મું ] પ્રાચીન ભોગોલિક ઉલ્લે કાશહિદ એ અમદાવાદની દક્ષિણ-પશ્ચિમે વીસેક કિમી. (બારેક માઈલ) ઉપર દસક્રોઈ તાલુકામાં આવેલું “કાસીંદરા. મૈત્રકવંશના શીલાદિત્ય ૩ જાના (ઈ.સ. ૬૬૪ના) દાનશાસનમાં કુશહદવિનિર્ગત’ બ્રાહ્મણ દાનને પ્રતિગ્રહીતા કહેવાય છે. જે
અહીં “શહૃદ’ એ “કાસહદને અશુદ્ધ પાઠ ન હોય તો આ કાંત વડેદરા જિલ્લાના સંખેડા તાલુકાનું કાસીંદરા” હોય અથવા એ દૂર પડવાને ભય હાઈ ખેડા જિલ્લાના બોરસદ તાલુકાનું કેસીંદરા વધુ બંધ બેસે.
- પ્રબંધમાં પ્રભાવકચરિત કાશ્યપરપિતનગર કહી એવા એ “કાશદીમાં સર્વ દેવ નામને ચાર વેદમાં પારંગત બ્રાહ્મણ રહેતો હોવાનું કહે છે.૫૭ પ્રબંધચિંતામણિ અને પુરાતનપ્રબંધસંગ્રહમાં ધારાનગરના મુંજના પુત્ર સિંધલે ગુર્જર દેશમાં આવી “કાશદીમાં પલ્લી (છાવણી) નાખ્યાનું કહ્યું છે. ૫૮ વિવિધતીર્થકલ્પ કાશ હદમાં ત્રિભુવનમંગલકલશ આદિનાથનું તીર્થ હોવાનું નેધે છે.૫૫૯ પુરાતન પ્રબંધસંગ્રહમાં વલભીભંગના પ્રસંગમાં કહ્યું છે કે આધિનની પૂર્ણિમાને દિવસે રથયાત્રામાં શ્રી મહાવીર શ્રીમાલપુર, શ્રીયુગાદિદેવ “કાસાહદ’, શ્રી પાર્શ્વનાથ હારીજ” અને વલભીનાથ શત્રુંજયે આવી પહોંચ્યા; પાછળથી કે બધાય યવનોને યુદ્ધમાં મારી નાખ્યા.૫૨૦ કાસીંદરાના હાલના દેરાસરમાં આદિનાથની મૂર્તિ નથી, પરંતુ બાજુમાં આવેલા ભાત ગામમાં ઋષભદેવનું જૂનું દેરાસર છે; સંભવ છે કે પૂર્વે કાશાહદ’ મેટું નગર હતું ત્યારે ભાતગામવાળો ભૂભાગ એનું એક પરું હશે. ૬૧ | ધવલકકઃ ગિરનાર ઉપરના વરતુપાલ-તેજપાલના છ અભિલેખોમાં જ્યાં જિનાલયે કરાવ્યાં-સમરાવ્યાં હતાં તેવાં છ નગરોનાં નામમાં એક ધવલક્કક પણ કહ્યું છે.પ૬૨ ગુર્જરમંડલનાં નગરોમાં “ધવ પ્રમુ’ કહેવાનું કારણ સ્પષ્ટ છે કે વાઘેલા વંશના રાણાઓનું એ કાલમાં એ મુખ્ય નગર હતું. ગિરનારના જૈન ઉપરકેટના ઈ. સ. ૧૨૭૯ ના નાના અભિલેખમાં ધવલકકકરના વતની શ્રીમાલ જાતિના ગૃહસ્થનો નેમિનાથના પૂજનને ઉદ્દેશી ઉલ્લેખ થયેલ છે.૫૬૩ પ્રભાવચરિતમાં અભયદેવસૂરિ યાત્રાર્થ “ધવલકકકી-ધવલકમાં ગયા કહ્યા છે, તે પૂર્વે ધંધ નામના શિવાદ્વૈતની વાત કરનારા બ્રાહ્મણને વાદિદેવસૂરિએ વાદમાં જીત્યાનું ખેંચ્યું છે, તે ધંધ ધવલકને હતો.૫૬૪ પ્રબંધકોશમાં લખ્યા મુજબ હર્ષ–વંશનો બંગાળાનો હરિહર ગુર્જરધરામાં “ધવલકકક-તટગ્રામમાં આવ્યો હતે અને રાણું વિરધવલ, મહામાત્ય વસ્તુપાલ અને સેમેશ્વરદેવને અલગ અગલ મળી એણે આશીર્વાદ આપ્યા હતા, જ્યાંથી પછીથી એ કાશી તરફ ચાલ્યો