Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ મું]
પ્રાચીન લગેલિક ઉલ્લેખ
વૃક્ષ તળે નમસ્કાર કરી અનશનથી મુક્ત થયા; શંખેશ્વરમાં અધિષ્ઠાયક થયા; વગેરે. ૪૯૪ પ્રબંધકોશમાં એ જ વાત પ્રક્ષિપ્ત સ્વરૂપમાં અપાઈ છે.૪૯૫ વિવિધ તીર્થકલ્પમાં તો “શંખપુર–પાશ્વકલ્પ” નીચે ગામનું નામ “શંખપુર કહ્યું છે ? રાજગૃહથી જરાસંધ શ્રીકૃષ્ણની સાથે યુદ્ધ ખેલવા પશ્ચિમ દેશમાં આવ્યો. શ્રીકૃષ્ણ પણ પૂરી સામગ્રી સાથે પોતાના દેશની સરહદે હાજર થયા. ત્યાં અરિષ્ટનેમિએ પાંચજન્ય શંખ પૂર્યો અને ત્યાં “શંખેસર” (શહેર) નામનું નગર વસાવ્યું......ક્રમે જરાસંધને પરાજય થયો, લેહાસુર–ગયાસુર-બાણાસુર વગેરે પણ હાર્યા. અહીં ધરણદ્ર અને પદ્માવતીના સાંનિધ્યથી બધાં વિઘ હરી લેનારી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટી અને ત્યાં “સંખપુરમાં એની સ્થાપના કરવામાં આવી. એ મૂર્તિ કાલાંતરે ગુપ્ત થઈ ગઈ અને પછી ક્રમે શંખકૂપમાં પ્રગટ થઈજેની અત્યારે શ્રીસંધ સૌ પૂજા અર્ચના કરે છે. આ રીતે પાર્શ્વનાથના તીર્થસ્થાન તરીકે આ નગરની અનુકૃતિ બેંધાયેલી છે.૪૯ આ પૂર્વે પાર્શ્વનાથકલ્પ'માં પણ “સંખઉર” (સંપુર)માં પાર્શ્વનાથનું બિંબ હોવાનું કહ્યું છે.૪૯૭ એક સ્થળે “શંખેસર પાસનાહ ( શંખેશ્વર પાર્શ્વનાથ)નું માહામ્ય પણ કહેવામાં આવ્યું છે. ૪૯૮ બીજે સ્થળે પાર્શ્વનાથનાં અનેક સ્થાન ગણાવતાં “શંખેસરે પણ એક કહ્યું છે.૪૯૯ ૮૪ તીર્થ ગણાવ્યાં છે ત્યાં “શંનિનાઢય એટલે જ નિર્દેશ છે, જ્યાં નેમિનાથજી હેવાનું કહ્યું છે.૫૦૦ આ શંખેશ્વર અત્યારે મહેસાણા જિલ્લાના સમી તાલુકામાં આવેલું છે.
હારીજ : વલભીભંગ થતાં વલભીમાંનાં તીર્થકરોનાં બિંબ લઈ જવામાં આવ્યાં ત્યારે પૂનમને દિવસે રથયાત્રામાં શ્રી મહાવીર શ્રીમાલપુર, યુગાદિદેવ કાસકહ, શ્રી પાર્શ્વનાથ હારીજ અને વલભીનાથ શ્રી શત્રુંજ્યમાં આવ્યા, એવું પુરાતનપ્રબંધસંગ્રહમાં જણાવ્યું છે.૧૦૧ બીજા કોઈ પણ પ્રબંધ વગેરેમાં શ્રી પાર્શ્વનાથ હારીજ ગયાનું સૂચવાયું મળ્યું નથી. આ હારીજ અત્યારે મહેસાણા જિલ્લાના હારીજ મહાલનું વડું મથક છે અને મહેસાણાથી પશ્ચિમે ૬૭ કિ. મી. (૪ર માઈલ) ઉપર આવેલું છે.
કડી : પુરાતનપ્રબંધસંગ્રહમાં કુમારપાલે પિતાનું મહત્વ સિદ્ધ કરવા કડી’ના તલારક્ષ(કેટવાળ)ને બોલાવી એને છેક “રાષ્ટ્રક સુધીની પદવી આપી ક્ષીણતેજ કર્યો, જેને કારણે એ તલાક્ષ મરણ પામે, એવી એક કહાણું નેધી છે. ૫૦૨ કડી અને આસપાસના પ્રદેશમાંથી ઘણાં તામ્રપત્ર મળ્યાં છે, પણ એમાંના એકમાં પણ “કડીનો ઉલ્લેખ મળતો નથી. ગાયકવાડીમાં પ્રાંતના