Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ર૫ર]
ઈતિહાસની પૂર્વભૂમિકા મોડા–સમયમાં લિપિબદ્ધ થયેલી છે, વૈદિક કંઠસ્થ સાહિત્ય પ્રમાણમાં ઠીક ઠીક જૂનું ખરું, પરંતુ એમાં ગુજરાતના એકાદ સ્થાનને જ અને એ પણ માત્ર સંભવિત કટિને જ નિર્દેશ કહી શકાય. સૂત્રસાહિત્યમાં પણ એકાદ જ કહી શકાય તેવો અને પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ-સૂત્રપાઠમાં પણ એકાદ તેમજ એ સૂત્રપાઠના પરિશિષ્ટ તરીકે આવતા ગણપાઠમાં પ્રમાણમાં ડી વિશેષ સંખ્યામાં સમકાલીન સ્થળનિર્દેશો–બેશક, આ ગણુ પાઠમાં પાછળથી ઉમેરણો થયાની શક્યતા કહેવામાં આવે છે, યા તે ગણપાઠ પણ કદાચ પાણિનિના સમય પછી સંકલિત થયે હોય—એ આદ્ય ઐતિહાસિક કાલના ગુજરાતના ભૂભાગ માટે કહી શકાય. મહાભારત-હરિવંશ, રામાયણ, મત્સ્ય વગેરે પુરાણો– આ બધું સાહિત્ય પ્રાચીન કાળથી ચાલી આવતી અનુશ્રુતિઓના ભિન્ન ભિન્ન કાલનું અને ભિન્ન ભિન્ન મુખોનું સંકલન છે એટલે એમાંથી સ્પષ્ટપણે શુદ્ધ નિર્ભેળ અને સમકાલીન માહિતી છે એમ કહેવું સાહસરૂપ થઈ પડે છે. આ અનુકૃત્યાત્મક સાહિત્ય લિપિબદ્ધ તે ઐતિહાસિક કાલમાં થયેલું છે. ઐતિહાસિક કાલનાં જ કહી શકાય તેવાં સાધનેમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, પતંજલિનું વ્યાકરણ-મહાભાષ્ય, ભારતનું નાટ્યશાસ્ત્ર, કેટલીક સ્મૃતિઓ, બૌદ્ધ ધર્મનું જાતક-સાહિત્ય, જૈન ધર્મના મૂળ આગમનું સાહિત્ય, ભાસ-અશ્વઘોષ-કાલિદાસ વગેરે કવિઓના ગ્રંથ, વાસ્યાયનનું કામસૂત્ર, વરાહમિહિરની બૃહત્સંહિતા, વળી ભક્ટિ માઘ દંડી ઉદ્યોતનસૂરિ રાજશેખર હેમચંદ્ર બિહુલ હરિભદ્રસૂરિ સેમેશ્વર અને અનેક જૈન ગ્રંથકારોનાં કાવ્ય, કથાનકે, પ્રબંધ, કેશગ્રંથ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્રના ગ્રંથ, આયુર્વેદ વગેરે શાસ્ત્રના ગ્રંથો, નાટક-આ ઈ. પૂ.ની ૩ જી-ચોથી સદીથી લઈ ઈ. સ.ની તેરમી સદી સુધીનાં જાણવામાં આવ્યાં છે. આ દિશામાં ઐતિહાસિક કાલમાં શિલાઓ તેમજ તામ્રપત્રમાં કોતરવામાં આવેલા સંખ્યાબંધ અભિલેખ અને અનેક હસ્તલિખિત ગ્રંથની પુષ્પિકાઓમાં આવતી પ્રશસ્તિઓ પણ ઠીક ઠીક ઉપયોગી જણાયાં છે. મહાભારતમાં એક સમયના
જ્યને અને એમાંથી વિકસેલા ભારતને અંશ પ્રાચીન–અતિપ્રાચીન પણ હશે, પણ એ આજની મહાભારત–શસાહસ્ત્રી (હકીકતે હરિવંશ’ સાથે અંકિત ૭૮,૬૭૫ શ્લેકેની) સંહિતામાં તારવવા જતાં પણ સવશે પ્રમાણિત ગણુય કે નહિ એ વિષય ચર્ચાસ્પદ જ રહેવાને. પુરાણોમાં તો આ વિષયમાં આનાથીયે કયાંય વધુ મુશ્કેલી છે. અધિકૃત વાચનાઓને અભાવે અને પ્રક્ષેપની તેમજ પરિવર્તનની બહુલતાને કારણે સમયાંકનમાં નિશ્ચિતતા મેળવવી સુકર તો નથી જ. આવી મુશ્કેલીઓમાંથી આપણે પૂરી સાવધાનીથી તારણ કાઢવાનું રહે છે. :