Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ર૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા
[પ્ર. શ્વભ્રવતી ગુજરાતને ઈશાન ખૂણે મેવાડના પ્રદેશમાંથી ધસી આવતી ડાં કોતરવાળી અને તેથી “શ્વભ્રવતી' નામથી પ્રસિદ્ધ થયેલી, આજના સાબરકાંઠાના, રુદ્રદામાના જૂનાગઢના શૈલલેખ(ઈ. સ. ૧૫૦)માં 'શ્વભ્ર' પ્રદેશ તરીકે જાણીતા, પ્રદેશમાંથી જનોઈવઢ ચાલી આવતી, અમદાવાદ–ના આસાવલ અને કર્ણાવતીપાસેથી પસાર થઈ દક્ષિણમાં આગળ વધતી અને ખંભાતના અખાતમાં પડતી એ આ પદ્મપુરાણની 'સાભ્રમતી’–આજની “સાબરમતી” છે. મહાભારત, રામાયણ કે અન્ય પુરાણમાં આના વિષયમાં જાણવા મળતું નથી. શ્વભ્રવતી' નામ નોંધાયું છે તે તે ૯મી-૧૦ મી સદીની સંધિમાં થયેલા રાજશેખરની કાવ્યમીમાંસામાં જ.૭૬ પદ્મપુરાણમાં ‘સાભ્રમતીમાહાભ્ય” મળે છે તે કેટલું જૂનું એ કહેવું મુશ્કેલ છે, પરંતુ સં. શ્વઝ શબ્દ ઉપરથી લેકભાષામાં “સાબર” નામ વ્યાપક થયા પછી અને એમાં તિકતી-હાથમતી ભળતાં સાબરમતી” નામ પ્રચલિત થયું મનાયું હશે તે પછી રચાયું હશે એમ સહેજે કહી શકાય. એ નોંધવા જેવું છે કે સ્કંદપુરાણના “નાગરખંડમાં વિશ્વામિત્ર આવતાં વસેષ્ઠ વારુણમંત્રથી વસુધા તરફ જોતાં બે રંધ્રોમાંથી પાણી નીકળ્યું તેમાંના એકમાંથી “સરસ્વતી’ અને ‘સંભ્રમથી જોતાં નીકળ્યું તે સાભ્રમતી' એવું કહ્યું છે 99 રમણલાલ ના. મહેતાએ “નાગરખંડીને ૧૬ મી-૧૭ મી સદીની રચના કહ્યો છે એ જોતાં ઉકત અનુશ્રુતિને કશું બળ નથી.૭૮ પદ્મપુરાણ નંદિકુંડમાંથી નીકળી અર્બદ પર્વત(આડાવલી)ને વટાવી દક્ષિણદધિને મળે છે એમ કહી સત્યયુગમાં એનું નામ “કૃતવતી, ત્રેતામાં “ગિરિકર્ણિકા, દ્વાપરમાં “ચંદના અને કલિયુગમાં 'સાભ્રમતી' હોવાનું કહે છે,૭૯ આ અનુભૂતિને પણ કશું બળ નથી. પદ્મપુરાણમાં અધ્યાય ૧૩૪ થી ૧૭૪ સુધીમાં સાબરમતીના બેઉ કંઠપ્રદેશમાં આવેલાં સેંકડે તીર્થોની યાદી આપી છે, જેમાં ચંદ્રભાગાસંગમ પાસે દધીચિએ તપ કર્યાનું નોંધ્યું છે તે અમદાવાદના આજના હરિજન–આશ્રમ પાસે દધીચિને આરો” કે “દૂધેશ્વરને આરો' કહેવાય છે એને સરળતાથી ખ્યાલ આપે છે. આ. હેમચંદ્ર તે દ્વયાશ્રય કાવ્યમાં ‘શ્વભ્રવતી' સંજ્ઞાને જ પ્રયોગ કરે છે.૮૦
પ્રબંધચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે વાળાક દેશની વિકટ ભૂમિમાં બ્રાહ્મણને સિંહપુર નામને અગ્રહાર વસાવ્યો હતો અને એની નીચે ૧૬ ગામ મૂક્યાં હતાં. સિંહથી બીધેલા બ્રાહ્મણોએ દેશના મધ્યભાગમાં વસવાટ કરાવી આપવાની યાચના કરતાં સિદ્ધરાજે “સાભ્રમતી'ના તીરપ્રાંતમાં આવેલું “આસબિલી' (અસામલી, તા. માતર, જિ. ખેડા)ગામ એમને દાનમાં આપ્યું; સિંહપુરથી આવનારા બ્રાહ્મણોની જગત માફ કરી.૮૧ પુરાતનપ્રબંધસંગ્રહમાં વિરધવલના વૃત્તાંતમાં “આશાપલી’ -આસાવલ અને “સાભ્રમતી'ની નિકટતા બતાવી છે.