Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ સુ
પ્રાચીન ભોગાલિક ઉલ્લેખે
( ૩૪૫
ગિરિનગનું અસ્તિત્વ ઈ. સ. ૭૬ સુધી તેા પકડી શકાય છે. ગિરિનગરથી આવેલા બ્રાહ્મણાને આપેલાં દાનાને લગતાં દાનશાસનામાં નિવિનિત શબ્દ સૂચવાયેલ છે. એવાં દાનશાસન તે ધ્રુવસેન ૨ જાનુ ઈ. સ. ૬૩૧નું, શીલાદિત્ય ૩ જાનાં ઈ. સ. ૬૬૪, ૬૬૫, ૬૭૬ નાં, અને રાષ્ટ્રકૂટવાંશના જયભટ ૩ જાનું ઈ. સ. ૭૦૬ નું.૨૧૫ આવશ્યકત્રની ચૂર્ણિમાં અગ્નિપૂજક વણિકના અગ્નિસંતપણું કામાં અકસ્માત ‘ગિરિનગર’ સળગી નાશ પામ્યાનુ ૨૬૬ અને ગિરિનગરની ત્રણ નવપ્રસૂતા સ્ત્રીઓને ઉજ્જત ગિરિ ઉપરથી ઉઠાવી પારસસ્કૂલના કિનારે ચારાએ વેચી દીધાનું ૨૬૭ લખ્યું છે. સૂત્રકૃતાંગની શીલાચાર્યની ટીકામાં નિર્દિષ્ટ એક હાલરડામાં બાળકને ‘ગિરિપત્તનના રાજા' કહી છાનેા રાખવાનુ ૨૬૮ અને નાતાધર્મકથાસૂત્રમાં દ્વારવતીથી આવેલા ચાવચાપુત્ર અણગારને શૈલક રાજાએ શૈલકપુર’માં ઉપદેશ આપ્યાનું ૨૧૯ કર્યું છે. આ પાલ્લું ‘શૈક્ષકપુર' સુરાષ્ટ્ર'માં હતું એટલે એ ‘ગિરિનગર' હોવાની સંભાવના છે.
ચંદ્રગુપ્ત મૌર્યની પૂર્વે એનું અસ્તિત્વ કેટલુ જૂતું? પાણિનિના ગણુપાઠમાં •ગિરિનગર' શબ્દના ઉલ્લેખ થયેલા છે, એ ‘નિર્િનર' ન થાય એવા ઉદ્દેશે.૨૭૦ આને સ્વીકારવામાં આવે તે ઈ. પૂ. ૫મી – ૬ ઠ્ઠી સદી સુધી જઈ શકાય. ‘ગિરિનગર’. આજના જૂનાગઢના સ્થાન ઉપર હતું કે છેક ગિરનારની તળેટીમાં અને/અથવા સુવણૅ રેખાના ‘સુદ’ન તટાક’ પૂરું થયા પછીના પશ્ચિમ ભાગે મેઉ બાજુના તટા ઉપર, એ પ્રશ્નના હજી સુધી ઉકેલ આવ્યેા નથી. આ તા ઉપરના ખેાદકામમાં ક્ષત્રપકાલીન મૃત્પાત્ર મળ્યાં છે એના ઉપરથી વસાહતના ખ્યાલ આવે. નદીના તેાફાનને લઈ વસાહત ભયજનક બનતાં અથવા તે। ઉચ્છિન્ન થઈ જતાં, આગળ ઉપર પછી દક્ષિણભાગે ઉપરકાટના કિલ્લાની પશ્ચિમ અને દક્ષિણે ઢાળાવવાળા ઊંચા ભાગમાં વસાહત ખસી એવું એક સમાધાન મેળવી શકાય એમ છે. (જુએ નીચે ‘ઉગ્રસેનગઢ' અને ‘તેજલપુર’.) વળી ગિરનારના અંદરના શરૂ થતા ચડાણુ અને દામેાદરકુંડ વચ્ચેના ભવનાથના મંદિરવાળા ભાગમાં અસલ ગિરિનગરના ચાક્કસ ભાગ હૈાય; ગિરિનગર' નાશ પામતાં પહાડને જ પછીથી ‘ગિરનાર' સંજ્ઞા મળી છે એમાં તે શંકાને સ્થાન નથી. પ્રશ્નોંધચિંતામણિમાંના વૈદ્યવાગ્ભટપ્રબંધ'માં ‘ગિરિનગરના રાજા'તા, પ્રસંગવશાત્ જૂની વાત કહેવાતી હાય તે રીતે, ઉલ્લેખ થયેલા છે,૨૭૧ એટલે મેરુતુગ( ઈ. સ. ૧૩૦૫)ના સમયમાં ‘ગિરિનગર’ના અસ્તિત્વને પ્રશ્ન ઊભા થતા નથી, કારણ કે ૮ મી–૯ મી આસપાસ રચાયાની શકયતા છે તેવા સ્કંદપુરાણમાંના પ્રભાસખંડના વસ્ત્રાપથક્ષેત્રમાં એ વિશે સર્વથા મૌન સેવવામાં આવ્યું છે; એ સમયે ‘વામનનગર’ (‘વામનસ્થલી’વંથલી ) આબાદ થઈ ચૂકેલું હતું.